ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 5 ડિસેમ્બર 2008 (00:07 IST)

ચૂંટણી પરિણામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે

આવતા અઠવાડીએ પાંચ રાજ્યોના ચૂંટણ્રી પરિણામ આવ્યા બાદ ક્યારેય પણ સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડી શકે છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં થયેલા નોંધપાત્રીય ઘટાડાને પગલે સરકાર પર ચોતરફથી દબાણ થઈ રહ્યુ છે. જેના પગલે સરકાર દ્વાર તેલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા રહી છે.

જોકે આ અંગે પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ પહેલા સંકેત આપી દીધા હતાં.આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનો ભાવ 147.27 ડોલર પ્રતિ બેરલ હતો. જે અત્યારે 46 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ચૂક્યો છે.