શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 મે 2014 (14:03 IST)

ચૂંટણીઓ ભાજપને ફળી, ટુરિઝમ બિઝનેસને નડી

લોકસભાની ચૂંટણીઓ બરાબર ઉનાળુ વેકેશન વખતે જ જ હોઇ આ વખતે લોકોએ પરિવાર સાથે વેકેશન માણવાનું જ ટાળ્યું હતું. લોકો વેકેશન હોવા છતાંયે ઘરમાં પુરાઇ રહ્યા જેથી ટુરિઝમ બિઝનેસને ખોટ સહન કરવાનો વારો આવ્યો છે. ચૂંટણીઓને કારણે ગુજરાતના ટુર ટ્રાવેલર્સ ઓપરેટરોને ૩૦ ટકા નુકશાન ભોગવવુ પડયું છે.
 
સામાન્ય રીતે ઉનાળુ વેકેશનમાં ગુજરાતીઓ ૨૨ એપ્રિલથી ૨૮ એપ્રિલ સુધીમાં રજા ગાળવા સહપરિવાર નીકળી પડે છે.હાલમાં ડોમેસ્ટિક પ્રવાસમા કાશ્મીર હોટ ડેસ્ટીનેશન છે.આ ઉપરાંત દાર્જીલિંગ જનારાં પ્રવાસીઓની સંખ્યા વધુ છે.ગત વર્ષ કરતાં આ વર્ષે કુલુ મનાલી તરફ જનારાં પ્રવાસીઓ ઘટયાં છે.
 
જયારે ઉત્તરાખંડમાં તો માર્ગોની હાલત જ ખરાબ હોઇ ગુજરાતીઓ હજુયે કુદરતી આપદા ભુલ્યાં નથી જેથી ચારધામ યાત્રાનું તો બુકિંગ ઘણું જ ઓછું છે.
 
આ વખતે વેકેશનમાં જ ચૂંટણીઓ હોવાથી લોકોએ પ્રવાસમાં જવાનું જ જાણે રદ કરી દીધું હતું. ટુર ટ્રાવેલ્સ ઓપરેટર્સના મતે, લોકોએ આ વખતે રજા ગાળવા કરતાં જાણે ચૂંટણીઓને વધુ મહત્વ આપ્યું હતું. લોકોને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે અને ભાજપને કેટલી બેઠકો મળશે તે જાણવામાં ઘણી જ ઉત્સુકતા હતી. ગત વર્ષની સરખામણી આ વખતે ૩૦ ટકા ઓછો બિઝનેસ થયો છે.હવે જયારે એરટિકિટો મોંઘી થઇ છે ત્યારે ઘણા પરિવારોએ ગુજરાતમાં જ સાપુતારા,દ્વારકા, નળસરોવરના પ્રવાસે જઇને રજાનો આનંદ માણી લીધો છે.