ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 22 ફેબ્રુઆરી 2014 (11:34 IST)

જ્યારથી સાંસદોએ મિર્ચી સ્‍પ્રે છાંટ્યું ત્યારથી સ્‍પ્રે બનાવનાર કંપનીને બખ્ખા

P.R
સંસદમાં ગયા સપ્તાહે ભારતીય લોકશાહીના ચહેરા પર મરી સ્‍પ્રે. છાંટવામાં આવ્‍યું ત્‍યારે પહેલી શંકા કેરળના સાંસદો પર ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, મરી અને કેરળનો સંબંધ ઘણો જુનો છે. જો કે, બહુ ઓછાને જાણ છે કે, મરી સ્‍પ્રેમાં મરી હોતા જ નથી.

લોકસભામાં વપરાયેલા સ્‍પ્રેમાં મુખ્‍યત્‍વે મરચાનો ઉપયોગ કરાયો હતો. જેને લીધે સાંસદોને આંખોમાં તેમજ શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. આ સ્‍પ્રેનો ઉપયોગ દેશમાં મરચાંનું બમ્‍પર ઉત્‍પાદન કરતા આંધ્રપ્રદેશના સાંસદોએ કર્યો હોવાની વાતમાં કોઇ આશ્ચર્ય ન હતું. દેશમાં આમ તો આવી મરી સ્‍પ્રે. અને દાયકાથી ઉપલબ્‍ધ છે, પરંતુ નિર્ભયા અને સંસદના બનાવ પછી પ્રોડકટ અંગે જાગૃતિ વધી છે. નિર્ભયાની ઘટના પછી મહાનગરો અને ખાસ કરીને દિલ્‍હીમાં મરી સ્‍પ્રેની માંગમાં વધારો થયો છે. સિંઘે જણાવ્‍યું હતું કે, ‘‘અગાઉ અમારા ગ્રાહકો પુરૂષો હતા, જે પત્‍ની, બહેન કે દીકરી માટે સ્‍પ્રે. ખરીદતા હતા. જો કે, હવે મહિલાઓ પણ પ્રોડકટની માંગણી કરે છે.''

રાણાના જણાવ્‍યા અનુસાર દિલ્‍હી-નોઇડા ગાઝિયાબાદમાં ખાસ કરીને બીપીઓ કર્મચારીઓમાં આ પ્રોડકટનું ધૂમ વેચાણ થાય છે. કંપનીઓ મહિલા કર્મચારીઓ માટે પ્રોડકટનો મોટા પાયે ઓર્ડર આપે છે. પ્રોકડટ ૧૦ ફૂટના અંતર સુધીની વ્‍યકિત પર અસર કેર છે અને તેની લીધે આંખ, નાક, ગળામાં બળતરા, સોજો આવે છે.

મોટાભાગની મહિલાઓ આ સ્‍પ્રેને સાથે રાખીને પોતાને સુરક્ષિત અનુભવે છે અને બહુ ઓછાને તેનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. બેંગ્‍લોરની બીપીઓ કંપનીમાં કાર્યરત અંકિતાએ જણાવ્‍યું હતું કે ‘‘હું બસ સ્‍ટોપ પર એકલી હતી ત્‍યારે એક પુરૂષે ગેરવર્તણૂંક કરી ત્‍યારે મારે તેનો ઉપયોગ કરવો પડયો હતો.'' મરી સ્‍પ્રે. એક વિશિષ્‍ટ પ્રોડકટ છે તેથી તેનું બજાર કદ નાનુ છે. નિર્ભયાની ઘટના પછી આ સ્‍પ્રે.ના બજારનું કદ રૂ.૧-ર કરોડથી વધીને લગભગ રૂ. ૧૦ કરોડે પહોંચ્‍યું છે. સંસદની ઘટના બીજી હરોળના શહેરમાં પ્રોડકટમાં રસ ઉભો કરી શકે. રાણા જણાવે છે કે, ‘‘સંસદનો બનાવ પ્રોડકટનો દુરૂપયોગ છે. જો કે, આવા પ્રચારની પ્રોડકટ અંગેની જાગૃતિ વધી શકે. હજુ નાનાં શહેરોમાં તે પહોંચ્‍યું નથી.''