ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 28 જાન્યુઆરી 2012 (12:26 IST)

ડિઝલ કાર પર 80 હજારનો ટેક્સનો બોજો પડશે

જો એસ જયપાલ રેડ્ડીનું ચાલ્યું તો તમારે ડિઝલ કાર પર 80 હજારનો ટેક્સ ચૂકવવા તૈયાર રહેવું પડશે. ઓઇલ મિનિસ્ટરે આખરે આ ભલામણ નાણા મંત્રાલય પ્રણવ મુખરજીને મોકલી આપી છે કે ડિઝલ વાહનો પર 80 હજારની વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદવામાં આવે. માર્ચ મહિનામાં પેશ થનારા બજેટમાં આ ભલામણનો સ્વીકાર કરવા બાબતે ઓટો ઉદ્યાગકારોએ ભારે વિરોધ કર્યો છે.

પ્રણવ મુખરજી અને જયપાલ રેડ્ડી વચ્ચે થએલી બજેટ મામલે બેઠક આખરે એવા મોડ પર પહોંચી કે જેને કારણે ઓટો ઇન્ડસ્ટ્રિમાં હલચલ મચી ગઇ. રેડ્ડીએ આ સિવાય ઓઇલ અને ગેસ ઉદ્યોગકારોને અપાતો ટેક્સ હોલિ ડે અંગે પણ ફેરવિચારણા કરવા કહ્યું અને શિપમાં ઇમ્પોર્ટ કરાતાં ઓઇલ અને ગેસમાં 5 ટકાની ઇમ્પોર્ટ ડ્યૂટી નાબુદ કરવાની ભલામણ પણ કરી.

જોકે આ વધારાની એક્સાઇઝ ડ્યૂટી લાદવાનું કારણ એ જ છે કે કેન્દ્રને ઇંધણ સબસીડીમાં જે ભાર ઉઠાવવો પડે છે તે થોડો હળવો થાય. જોકે આને કારણે થનારી આવક એટલી નહીં હોય કે જેનાથી સબસીડીનું ભારણ હળવું થઇ શકે એટલે આ મામલો હાલ વધુ ચર્ચા હેઠળ રાખવામાં આવે તેવી પુરી શક્યતાઓ છે




સૌજન્ય : જીએનએસ