ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2013 (17:30 IST)

ધાન્ય્, કઠોળ અને તેલીબીયા પાકના આગામી દિવસોમાં ઢગલા થશેઃ બમ્પર ઉત્પાદન

રાજયમાં સચરાચર મેધસવારીને પગલે વાવેતર વિસ્તાીરોમાં વધારો થયો છે. રાજયમાં ૭૮ લાખથી વધુ હેકટરમાં વાવેતર થતા ૯૦ ટકા વાવણી પુર્ણ થઇ છે ત્યાછરે ધાન્યજ, કઠોળ અને તેલીબીયા પાકના આગામી દિવસોમાં ઢગલા થશે તેમ મનાય છે.

પાક માટે સમયસર મેધરાજાની પધરામણીને પગલે બમ્પરર ઉત્પા‍દન થવાની ધારણા છે. વાવેતર વિસ્તાારો પર સારા વરસાદ બાદ જરૂરીયાત વોએ વરાપ નિકળતા ખરીફ પાકના ઉજળા સંકેતો કૃષિતજજ્ઞો મુકી રહ્યા છે. ગત સપ્તાહે ખરીફ વાવેતર પર જે એકધારો વરસાદ થયો હતો અને હાલમાં મોટા ભાગે ઉઘાડથી પાકમાં નુકશાની અટકી ગઇ છે. ગવાર, મગફળીના પાકોમાં સામાન્યમ નુકશાન થયાના સંકેતો છે પરંતુ અગાઉના વરસની તુલનાએ વાવેતર વિસ્તામરમાં જંગી વૃદ્ધિ રહેતા ઉત્પાનદન અને ઉત્પાછદકતા વધીને આવશે તેવા અહેવાલો મળે છે. કપાસના પાકને પણ અત્યાિર સુધીનો વરસાદ સારો સાબીત થયો છે. ખેડુતોનુ તેમજ અન્યન નિષ્ણાંાતોના મતે પાછોતરો વરસાદ સારો થઇ જશે તો ખરીફ ઉત્પાવદનમાં અને ગુણવત્તામાં ન ધારેલી પ્રગતિ જોવાશે.

અગાઉના વરસે ૧૧.૩૪ લાખ હેકટરમાં રહ્યું હતું. જયારે ગવારનું અગાઉના વરસની તુલનાએ સાડાત્રણ ગણું વધ્યું છે. કુલ ૪.૦ર લાખ હેકટરમાં રહ્યું છે.

તેલીબિયા પાકોનું ત્રિકોણીય શ્રેણીમાં ઇન્ડીકયા-એનુ અભિયાન શરૂઃ દ.આફ્રિકા સામે મુકાબલોઃ કુલ વાવેતર ૮પ.પ૯ ટકા એટલે કે ર૦.૮પ લાખ હેકટરમાં નોંધાયું છે. જેમાં તલ, દિવેલા અને સોયાબીનની ખેતી અગ્રસ્થાકને છે. રાજયમાં હવે થનારા વાવેતરમાં તેલિબીયા પાકોમાં એરંડાના વાવેતર વિસ્તાીરમાં વધારો થશે તેવા સંકેતો છે. એરંડાનું અત્યાતર સુધીમાં ર.ર૧ લાખ હેકટરમાં સંપન્ન થઇ ચૂકયું છે જે ગત વરસે ૯૯ હજાર હેકટરમાં હતું.

ધાન્યછ પાકોમાં ૧૩.૮૦ લાખ હેકટરમાં, કઠોળનું ૪.૧૭ લાખ હેકટરમાં સંપન્ન થઇ ચૂકયું છે. કઠોળમાં નીચા ભાવ છતાં તમામ કઠોળ પાકોના વાવેતર વિસ્તાહરમાં પ્રગતિ જોવા મળી છે. વાવેતર વિસ્તાારો પર હવે દશ થી પંદર દિવસ સુધી ઉઘાડ રહે તો ઉત્પાગદન સારૂ રહેશે. સૌરાષ્ટ્ર-કચ્છહમાં સર્વત્ર વહેલા ચોમાસાને પગલે ખરીફ્‌પાકની વાવણી વહેલી અને પુરજોશમાં થઇ હતી જેના કારણે વાવેતર વિસ્તા રમાં ખાસ્સો‌ એવો વધારો થયો છે,બીજા રાઉન્ડતમાં પણ સચરાચર મેઘસવારીને કારણે પાકના ઉજળા સંજોગો નિર્માણ થયાનું અને બમ્પવર ઉત્પા,દન થવાની ધારણા વ્ય ક્તે થઇ રહી છે,હાલમાં પણ વરસાદી માહોલને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેતી પાકની આવક નહીવત જોવા મળે છે ભાવમાં નજીવી વધ-ઘટ સાથે એકંદરે સ્થિકર રહ્યા છે. સૌરાષ્ટ્રના મુખ્યચપાક એવા કપાસ અને મગફળીમાં આ વખતે વિપુલ પ્રમાણ માં વાવેતર થયું છે પાક પણ પુષ્કાળ થવાની ધારણા સાથે એરંડા ને તેલીબીયા પાકનું વાવેતર પણ જોરદાર રહ્યું છે આગામી સીજન માં બમ્પથર ઉત્પાએદનની ધારણા સેવાઈ રહી છે ,સમયસરના અને સચરાચર વરસાદને પગલે ખેતી પાકના ઉજળા સંજોગો વચ્ચે નવી સીઝન માટે પાકના આંકડાકીય અનુમાન થઇ રહ્યા છે દરમિયાન હાલમાં વરસાદી માહોલને પગલે માર્કેટિંગ યાર્ડમાં આવક ઘટી છે ભાવમાં નજીવી વધ ઘટ જોવા મળે છે,ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કહેવાના મૂડમાં છે વધુ વરસાદ પાક પર વિપરીત અસર કરનાર નીવડશે હવે ઉદ્યાડની જરૂર છે વરાપ નીકળશે તો પાકના વિકાસને વેગ મળશે.