શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

નવેમ્બરમાં 4.78 ટકા થયો મોંઘવારી દર

દાળ, ફળ અને શાકભાજીની કીમતોમાં વૃદ્ધિના કારણે ફૂગાવો
W.D
W.D
નવેમ્બરમાં 4.78 ટકાના સ્તર પર જઈ પહોંચ્યો છે. આજે જારી માસિક મોંઘવારી દરનો આંકડો કહીં રહ્યો છે કે, નવેમ્બર માસમાં ફૂગાવો વધીને 4.78 ટકાના સ્તર પર પહોંચી ગયો જે ઓક્ટોબરમાં 1.34 ટકા હતો.


ગત વર્ષે નવેમ્બરમાં ફૂગાવો 8. 48 ટકા હતો. નવેમ્બરમાં જે વસ્તુઓ મોંઘી થઈ છે તેમાં અડદ (24 ટકા), મગ (14 ટકા) ચીકન (10 ટકા) શામેલ છે. બટેટા, ડુંગળી, ફળ અને શાકભાજીઓ અગાઉથી જ ત્રણ ટકા વધુ મોંઘા થયાં છે.

આ ઉપરાંત પ્રસંસ્કૃત ખાદ્ય પદાર્થ, સ્કિમ્ડ મિલ્ક પાઉડરની કીમત 15 ટકા વધી જ્યારે ઓઈલ કેક 12 ટકા મોંધી થઈ જ્યારે કોફી પાઉડર અને ખાંડની કીમતોમાં ત્રણ-ત્રણ ટકાની વૃદ્ધિ થઈ છે.