બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|

પુતિનની કંપનીઓને અપીલ

રુસના પ્રધાનમંત્રી બ્લાદિમીર પુતિને રુસી નિયુક્તાઓને નોકરીઓમાં અનિશ્ચિત કાપ નહી મૂકવાની વિનંતિ કરી છે. જેનાથી દેશમાં વધી રહેલા બેરોજગારીના દરને ઘટાડી શકાય.

પુતિને મંત્રીઓની બેઠકમાં કહ્યુ કે કંપનીઓએ અકારણે કર્મચારીઓને નોકરીથી છૂટા કરવા જોઈએ નહી. સરકારનો ધ્યેય આર્થિક મંદીના કારણે વ્યાપાર જગતને થતા નુકસાનમાં ઘટાડો કરવાનો છે, તેમાં ફાયદાની ગેરંટી આપી શકાય નહી.

પ્રધાનમંત્રી બનતા પહેલા દેશના રાષ્ટ્રપતિ રહેલા પુતિનની ખાસા લોકપ્રિય નેતા છે, પરંતુ જો બેરોજગારીના દર 6.6 ટકાં વધારો થયો તો તેમની લોકપ્રિયતામાં ઘટાડો થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર નવેમ્બર માસમાં ચાર લાખ રુસિયોને નોકરીથી હાથ ધોવો પડ્યો છે. 2009માં આ સ્થિતિ મધ્ય સુધી રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.