શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 એપ્રિલ 2016 (20:35 IST)

પેટ્રોલના ભાવમાં 0.74 પૈસાનો અને ડિઝલના ભાવમાં 1.30 પૈસાનો ઘટાડો

:
દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં એકાએક ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં પ્રતિલીટરે 0.74 પૈસાનો ઘટાડો થયો છે. તો ડિઝલમાં પ્રતિ લીટરે 1.30 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ભાવ આજ રાત્રના મધરાત્રથી અમલી બનશે. જ્‍યારે ડિઝલની કિંમતમાં વેટ અને સેલટેક્‍સ સિવાય લીટરદીઠ 1.30નો ધટાડો કરવામાં આવ્‍યો હતો. ગુજરાતમાં આ ધટાડો પેટ્રોલ અને ડિઝલમાં વધારે રહેશે. ગુજરાતમાં પેટ્રોલની કિંમતમાં ધટાડો 80 પૈસાનો રહેશે જ્‍યારે ડિઝલની કિંમતમાં ધટાડો ૧.૪૦ પૈસાનો રહેશે. અમદાવાદમાં હાલ પેટ્રોલની કિંમત 63,74  છે જે 80 પૈસાનો ધટાડો કરવામાં આવે તો પેટ્રોલની કિંમત ધટીને 62.94 થઇ જાય છે. ભાવમાં કરવામાં આવેલો ધટાડો તાત્‍કાલિક ધોરણે અમલી કરવામાં આવ્‍યો છે. આવી જ રીતે ડિઝલની કિંમત અમદાવાદમાં 54.26 છે જે 1.40 પૈસાના ધટાડા સાથે હવે ૫૨.૮૬ અમદાવાદમાં થઇ જશે જ્‍યારે સુરતમાં ડિઝલની નવી કિંમત ૫૨.૭૩ થશે. દિલ્‍હીમાં પેટ્રોલની કિંમત હવે 61.13 થશે. દેશની સૌથી મોટી ફ્‌યુઅલ રિટેલર કંપની ઇન્‍ડિયન ઓઇલ કોર્પોરેશને કહ્યું છે કે, ડિઝલની કિંમતમાં પણ ફેરફાર થયા છે. ફ્‌યુઅલ રિટેલર્સ આઈઓસી, ભારત પેટ્રોલિયમ, હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમ દ્વારા દર મહિને પહેલી અને 16મી તારીખે આંતરરાષ્‍ટ્રીય કિંમતો અને અગાઉના સપ્તાહમાં ફોરેન એક્‍સચેંજ રેટના ફેરફારના આધાર પર પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સુધારા કરવામાં આવે છે. અગાઉ પણ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વારંવાર ફેરફાર કરવામાં આવ્‍યા છે.