શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 16 જુલાઈ 2009 (17:49 IST)

ફુગાવાનો દર વધ્યો છતાં શૂન્ય નીચે !

મોંઘવારીના દરમાં આગાઉના સપ્તાહ કરતાં ગત સપ્તાહે વધારો થયો છે જોકે હજું તે શૂન્યથી નીચે રહેવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત સપ્તાહના અંતે મોંઘવારી દર -1.21 થયો છે જે અગાઉના સપ્તાહે -1.51 હતો.

આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ગત સપ્તાહનો મોંઘવારી દરમાં 0.30 પોઇન્ટનો વધારો નોંધાયો છે આમ છતાં મોંઘવારી દર માઇનસ રહેવા પામ્યો છે. અગાઉના સપ્તાહ કરતાં હવે મોંઘવારી દર -1.51 કરતાં -1.21 ટકા થયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે આ સમયગાળા દરમિયાન મોંઘવારી દર 12.19 ટકા હતો. અત્યારે મોંઘવારી દર શૂન્ય કરતાં પણ નીચે ગયો હોવા છતા જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને જઇ રહ્યા છે જે આર્થિક સમીક્ષકો માટે મોટો કોયડો છે.