મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 1 ઑક્ટોબર 2009 (15:18 IST)

ફૂગાવામાં વધારો, ખાદ્ય વસ્તુઓ મોંઘી

ખાદ્ય અને ઈંધણની કીમતોમાં વૃદ્ધિથી ફૂગાવો 19 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત સપ્તાહ દરમિયાન વધીને 0. 83 ટકા થઈ ગયો. થોક મૂલ્ય આધારિત મોંઘવારી દર તેના ગત સપ્તાહે 0. 37 ટકા અને એક વર્ષ પૂર્વે આ દરમિયાન 12. 13 ટકા હતો.

નિયત સપ્તાહ દરમિયાન જે વસ્તુઓ મોંઘી થઈ તેમાં માછલી, મસાલા, દાળ, માખણ અને નારિયેળ તેલ શામેલ છે. આ દરમિયાન બટેટાની કીમતમાં 81 ટકા ઉછાળ રહ્યો જ્યારે અન્ય શાકભાજીઓ આશરે 50 ટકા મોંઘી થઈ. ખાંડ 44 ટકા, દાળ 20 ટકા અને ચોખા 19 ટકા મોંઘા થયાં

ફૂગાવો સતત હજુ એક ટકાથી પણ નીચે બનેલો છે પરંતુ 12 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત 52 સપ્તાહ દરમિયાન ફૂગાવો 3.03 ટકા રહ્યો. આ બાજુ 25 જુલાઈના રોજ સમાપ્ત સપ્તાહનો અંતિમ આંકડો શૂન્યથી 0. 71 ટકા ઓછો રહ્યો જ્યારે અસ્થાઈ અનુમાન શૂન્યથી 1.58 ટકાનો હતો.