મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી. , ગુરુવાર, 22 જુલાઈ 2010 (11:59 IST)

ફોર્ટિસ એસઆઈસીની શરણમાં જવાની શક્યતા

મલેશિયાના સરકારી કોષ ખજાના દ્વારા સિંગાપુરના હોસ્પિટલ સમૂહ પાર્કવેના 70 ટકા શેરહોલ્ડરોની દાવેદારી પછી માનવામાં આવી રહ્યુ છે કે ફોર્ટિસ સમૂહ ખજાના વિરુધ્ધ નિયામક એસઆઈસીમાં જવાની યોજના બનાવી રહ્યુ છે અને તે ખજાના પર શેરહોલ્ડરોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી શકે છે.

ફોર્ટિસના નજીકના સૂત્રોએ કહ્યુકે કંપની ખજાનાની ઈંટીગ્રેટેડ હેલ્થકેર હોલ્ડિંગ્સ વિરુધ્ધ સિંગાપુર સિક્યોરિટીઝ ઈંડસ્ટ્રી કાઉંસિલ જશે.

આ અંગે એક નજીકના સૂત્રએ જણાવ્યુ કે ખજાનાએ એ નથી બતાવ્યુ એક તેમને જે વોટોના મળવાનો દાવો કર્યો છે તે ફોર્ટિસના પ્રસ્તાવ પહેલાના છે કે પછીના. જો કે આ અંગે ફોર્ટિસના અધિકારીઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો. પાર્કવેને ખરીદવા માટે ભારતીય કંપની ફોર્ટિસ હેલ્થેયરે પ્રતિસ્પર્ઘા બોલી લગાવી રાખી છે.

સિંગાપુર સ્ટોક એક્સચેંજને મળેલ સૂચનામાં ઈંટિગ્રેટેડ હેલ્થકેયર હોલ્ડિંગ્સ લિ. એ કહ્યુ કે તેની રજૂઆતને 604,926,786 વોટ મળ્યા જે 70 ટકા શેરધારકોને પ્રતિબિંબિત કરે છે. જો કે હાલ માત્ર પાંચ ટકા શેરધારકો દ્વારા જ ખાતરી થઈ શકી છે કે તેમને ખજાનાના પ્રસ્તાવને પોતાની સ્વીકૃતિ આપી છે.