શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2013 (14:25 IST)

બજેટ 2013 : મહિલા સશક્તિકરણ પર જોર, પહેલીવાર મહિલાઓની બેંક

P.R
દેશમાં પહેલીવાર મહિલાઓ માટે વિશેષ મહિલા બેંકની સ્થાપના કરવામાં આવશે. જ્યા સ્ત્રીઓને ઉદ્યોગ માટે લોન આપવામાં આવશે. લોકસભા બજેટ રજૂ કરતા નાણાકીય મંત્રી પી. ચિદમ્બરમે કહ્યુ કે દેશમાં મહિલાઓ માટે જુદી મહિલા બેંક ખોલવામાં આવશે. જે આ જ વર્ષે ઓક્ટોબર મહિનાથી કામ કરવી શરૂ કરી દેશે.

તેમણે કહ્યુ કે મહિલા બેંકને એક હજાર કરોડ રૂપિયા મળશે. ચિદમ્બરમે કહ્યુ કે સરકારી બેંકોને 14 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. બધી સરકારી બેંકોની શાખાઓમાં એટીએમ મશીન લગાવવામાં આવશે. 25 લાખ સુધીના ઘરના લોન પર વ્યાજમાં એક લાખ રૂપિયાની અધિક છૂટ આપવામાં આવશે. સિડનીને 10 હજાર રૂપિયાની વધુ મદદ. હાથકરઘા ઉદ્યોગ માટે કામગારો માટે 6 ટકાના દરે લોન આપવામાં આવશે.