બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2013 (10:21 IST)

બજેટથી શેરબજારમાં નિરાશા, સ્ટોક માર્કેટ ગબડ્યુ

P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે બજેટને કારણે નિરાશા જોવા મળી. સેન્સેક્સ 291 પોઇન્ટ ઘટીને 18,861 અને નિફ્ટી 104 પોઇન્ટ ઘટીને 5693નાં લેવલે બંધ આવ્યા. નિફ્ટી મિડકેપમાં 4.5 ટકા જ્યારે બીએસઇ સ્મૉલકેપમાં 2 ટકાનો ઘટાડો નોંધાયો.

માર્કેટમાં આજે પાવર સ્ટોકમાં 4 ટકા, બેંક, કેપિટલ ગુડ્ઝ, મેટલ,પીએસયૂ, રિયલ્ટી સ્ટોકમાં 2 થી 3.5 ટકાનો ઘટાડો નોંધાયો. ઑઇલ એન્ડ ગેસ, ઑટો, હેલ્થકેર, એફએમસીજી સ્ટોકમાં 1.6 ટકાનો ઘટાડો હતો.

નિફ્ટી સ્ટોકમાં રિલાયન્સ ઇન્ફ્રાનાં સ્ટોકમાં 10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. આ ઉપરાંત એસબીઆઇ, બેંક ઑફ બરોડા, આઇડીએફસી, એક્સિસ બેંક, એસીસી, પાવર ગ્રિડ, પંજાબ નેશનલ બેંક, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંક, હિંદાલ્કો, સિમેન્સ, જેપી એસો., અને એલ એન્ડ ટીનાં સ્ટોકમાં 3 થી 5 ટકાનો ઘટાડો નોંધાયો.

જ્યારે ટીસીએસ, ભારતી એરટેલ, બજાજ ઑટો, એચસીએલ ટેક, કોટક મહિન્દ્રા બેંક અને કોલ ઇન્ડિયા, ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, ઇન્ફોસિસ, આઇટીસી, જિંદાલ સ્ટીલનાં સ્ટોકમાં 2.5 ટકા સુધીની તેજી હતી.

નિફ્ટી મિડકેપમાં એનએચપીસી, રિલાયન્સ કોમ્યુનિકેશન, જીવીકે પાવર, આઇએફસીઆઇ, રિલાયન્સ કેપિટલ, ઇન્ડિયન હોટલ, વિજયા બેંક, અદાણી પાવર, રિલાયન્સ પાવર, એમઆરએફનાં સ્ટોકમાં 6 થી 10 ટકાનો ઘટાડો હતો.