ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 9 માર્ચ 2010 (18:32 IST)

બે માસમાં ઘટશે મોંઘવારી : મોંટેક

યોજના પંચના ઉપાધ્યક્ષ મોટેંક સિંહ આહલુવાલિયાએ કહ્યું છે કે, ખાવા પીવાની વસ્તુઓ આગામી બે માસની અંદર સસ્તી થઈ જશે.

શ્રી અહલૂવાલિયાએ અહીં પત્રકારોને જણાવ્યું કે, મોજૂદા સ્થિતિને જોતા એ કહી શકાય કે, આગામી બે માસની અંદર ખાદ્ય વસ્તુઓની ઉંચી કિમતો ઘટી જશે જેનાથી 8.5 ટકાની આસપાસ મંડરાઈ રહેલા ખાદ્ય ફૂગાવાના દરમાં પણ ઘટાડો આવશે.

ખાંડ, દાળ અને શાકભાજી ખુબ જ મોંઘી હોવાના કારણે જાન્યુઆરીમાં થોક મૂલ્ય સૂચકાંક પર આધારિત ફૂગાવાનો દર વધીને 13 મહીનાના ઉચ્ચતમ સ્તર 8.56 ટકા સુધી પહોંચી ગયો હતો.