બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 23 મે 2014 (12:34 IST)

બૈંકોને બોલતા એટીએમ બેસાડવાની સૂચના

ભારતીય રિઝર્વ બેન્‍ક (આરબીઆઇ)એ બધી કોમર્શિયલ બેન્‍કોને ૨૦૧૪ની જુલાઇથી ‘બોલતા' (સાંભળી શકાય એવી સૂચના આપતા) અને બ્રેઇલ કીપેડવાળા નવા એટીએમ બેસાડવાની તેમ જ એટીએમ સેન્‍ટરમાં પૈડાંવાળી ખુરશીમાં બેસીને પ્રવેશી શકાય તે માટે ઢાળ (રેમ્‍પ) તૈયાર કરવાની બુધવારે સૂચના આપી હતી.  આ ઉપરાંત, અમુક બેન્‍ક રૂપિયા ૫૦ની ચલણી નોટ પણ આપતા એટીએમ ગોઠવી રહી છે. અત્‍યાર સુધીના મોટા ભાગના એટીએમમાંથી રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦ની જ નોટ બહાર નીકળતી હતી. રિઝર્વ બેન્‍કે વિકલાંગ (ખાસ કરીને નેત્રહીન) લોકો પણ એટીએમનો સરળતાથી ઉપયોગ કરી શકે તે માટે ઓછામાં ઓછા એક તૃતીયાંશ એટીએમ નવા બ્રેઇલ કીપેડવાળા રાખવાની સૂચના અગાઉ ૨૦૦૯માં પણ અપાઇ હતી. આ ઉપરાંત, વિકલાંગ લોકો પૈડાંવાળી ખુરશીમાં બેસીને એટીએમ સેન્‍ટરની અંદર જઇ શકે તે માટે ઢાળ (રેમ્‍પ) તૈયાર કરવાની પણ સૂચના અપાઇ હતી.