મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , મંગળવાર, 24 સપ્ટેમ્બર 2013 (16:44 IST)

ભારતીય શેર બજારમાં સામાન્ય તેજી સાથે નીરસતા

:
P.R
ભારતીય શેર બજારમાં આજે સામાન્ય તેજી જોવા મળી. સેન્સેક્સ 19 પોઇન્ટ વધીને 19,920 અને નિફ્ટી 3 પોઇન્ટ વધીને 5892નાં લેવલે બંધ આવ્યા. જ્યારે મિડકેપ અને સ્મૉલકેપમાં સામાન્ય કારોબાર હતો.

માર્કેટમાં આજે કેપિટલ ગુડ્ઝ, ઑટો, પાવર, કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, હેલ્થકેર સ્ટોકમાં તેજી હતી. જ્યારે મેટલ, પીએસયૂ, ટેકનોલોજી, આઇટી, ઑઇલએન્ડગેસ, રિયલ્ટી, બેંક સ્ટોકમાં વેચવાલી હતી.

સુઝલૉન એનર્જી, ભેલ, એલએન્ડટી, અશોક લેલેન્ડ, બજાજ ઑટો, ટાટા મોટર્સનાં સ્ટોકમાં 1 થી 3 ટકાની તેજી હતી.

જ્યારે હિંદાલ્કો, વેલ્કોર્પ, કોલ ઇન્ડિયા, જિંદલ સૉ, જિંદાલ સ્ટીલ, મૉઇલ, સેસા ગોવા, એસબીઆઇ, બેંક ઑફ બરોડા, ઇન્ડિયન બેંક, પંજાબ નેશનલ બેંકનાં સ્ટોકમાં 1 થી 4 ટકાનો ઘટાડો હતો.