શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

માઈક્રોસોફ ટેબલેટ સરફેસ

માઈક્રોસોફ્ટ એ એપ્પલ અને ગૂગલને ટક્કર આપવા પોતાના વિંડોસ સરફેસ ટેબલેટ ન્યૂયોર્કમાં લોંચ કર્યો. માઈક્રોસોફ્ટના 37 વર્ષોના ઈતિહાસમાં આ પહેલુ ટેબલેટ કમ્પ્યૂટર છે.
P.R

શુ છે સરફેસ ટેબલેટની વિશેષતા :

આના શરૂઆતના વર્ઝનમાં તેની મેમોરી 32 જીબીની રહેશે. આ ટેબલેટની કિમંત 499 ડોલર રહેશે. સરફેસની 10.6 ઈંચની સ્ક્રીન બીજા ટેબલેટ્સથી 0.5 ઈંચ અને આઈપોડ્સની સ્ક્રીનથી 0.9 ઈંચ મોટી છે. તેનુ રિજ્લ્યૂશન 1,366x768 પિક્સલનુ છે. 678 ગ્રામ વજનનાં આ ટેબલેટમાં માઈક્રો સોફ્ટે યૂનિક ફિચર્સ જોડ્યા છે, જે તેને આઈપેડથી અલગ બનાવે છે.

જોવામાં આ ટેબલેટ્સ ખૂબ જ પાતળુ છે. તેના સ્ક્રીન કવરનો ઉપયોગ કી-બોર્ડની જેમ કરી શકાય છે.
માઈક્રોસોફ્ટ આના બે મોડલ બજારમાંં ઉતારશે. આ માઈક્રોસોફ્ટની પ્રથમ હાર્ડવેયર ડિઝાઈન છે. બેંક પેનલમાં આપેલ સ્ટેંડથી અને ઉભો પણ મુકી શકાય છે.

અન્ય ખૂબીઓ : 802.11 a/b/g/n વાઈફાઈ સપોર્ટ, 4.0 બ્લૂટૂથ, 2 જીબી રેમ, 128 જીબી સુધી માઈક્રો એસડી કાર્ડથી સપોર્ટ, 31.5 વોટ ઓવર બેટરી, એનવિડિયા આર્મ સીપીયૂ, વિંડોઝ આરટી ઓપરેટિંગ સિસ્ટમ.

(ચિત્ર સૌજન્ય : મઈક્રોસોફ્ટ ડોટ કોમ)