ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

મોંઘવારી દર ફરી વધ્યો, 17.56 %

દેશમાં 23 જાન્યુઆરીના રોજ સમાપ્ત સપ્તાહમાં જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત ખાદ્ય પદાર્થોના મોંઘવારી દર 0.16 ટકા વધી ગયો. આ દર વધીને 17.56 ટકા થઈ ગયો. આ અગાઉના સપ્તાહે આ દર 17.40 ટકા હતો. સત્તાવાર આંકડાઓ અનુસાર આ સમયગાળામાં ઈંધણ સમૂહનો સૂચકાંક વધીને 5.88 ટકા પર પહોંચી ગયો.

ગુરૂવારે જારી આંકડાઓ અનુસાર 52 સપ્તાહ પૂર્વેની તુલનામાં સમીક્ષાધીન સપ્તાહ દરમિયાન કેટલીક જરૂરી વસ્તુઓના ભાવોમાં તેજી યથાવત રહી. શાકભાજીની કીમતોમાં 13.03 ટકા, ફળોની કીમતોમાં 6.54 ટકાની વૃદ્ધિ થઈ. ડુંગળીની કીમતોમાં જો કે, 10.5 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી જારી સીમિત આંકડાઓ અનુસાર પ્રાથમિક વસ્તુઓના સૂચકાંકમાં 14.56 ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે ઈંધણ સૂચકાંકમાં 5.88 ટકાની તેજી નોંધવામાં આવી.

ગત 52 સપ્તાહની તુલનામાં બટેટા 44.91 ટકા, દાળ 44.43 ટકા, અનાજ 13.37 ટકા, ચોખા 10.96 ટકા, દૂધ 13.95 ટકા, ઘંઉ 15.96 ટકા, શાકભાજી 13.02 ટકા, ફળ 6.54 ટકા મોંઘા થયાં. આ સાથે જ મોંઘવારીને નિયંત્રિત કરવાના તમામ સરકારી દાવા ફરી ખોખલા સાબિત થઈ ગયાં છે.