શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 1 જાન્યુઆરી 2014 (23:15 IST)

મોબાઈલ કંપનીઓની એસએમએસ દ્વારા તગડી કમાણી કરી લેવાનાં ઇરાદા ઉપર પાણી ફરી વળ્યું

P.R
નવા વર્ષની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થઇ રહી છે ત્યારે નવા વર્ષની શુભેચ્છા પાઠવવા વર્ષોથી ચાલ્યા આવતા ટ્રેન્ડ મુજબ એસએમએસ કરવાનું સ્થાન હવે વોટ્સએપ, ફ્રી એસએમએસ વેબસાઇટ્સ અને ઇ-મેઇલે લીધું છે. ઇ-યુગમાં થઇ રહેલી દિનપ્રતિદિન પ્રગતિના ભાગરૃપે અમદાવાદીઓ હવે શાણા બન્યા છે. મોબાઇલ કંપનીઓ ગરજ પારખી જઇને તહેવારોના દિવસે ખાસ કરીને નવા વર્ષના શુભેચ્છા સંદેશ બાબતે તેમના પેકેજથી દૂર હટીને વ્યક્તિદીઠ એક મેસેજનો ચાર્જ રૃપિયા એક અને નેશનલ રૃ. ૧.૫૦ વસૂલીને તગડી કમાણી કરી લે છે. તેના ઉપર હવે શાણા અમદાવાદીઓએ પાણી ફેરવી દીધું છે.

૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીના રોજ નવા વર્ષે શુભેચ્છા સંદેશ મોકલવા માટે બીએસએનએલ સહિત ટોચની ટેલિકોમ કંપનીઓએ આ બે દિવસ માટે મેસેજનો ચાર્જ મોંઘો કરી દીધો છે. બે દિવસ કંપનીઓ બ્લેકઆઉટ ડે રાખશે એટલે કે ટેરિફ પ્લાનને કંપનીઓ બે દિવસ માટે બંધ રાખશે, પરંતુ હવે વોટ્સએપ સેવા તેમજ ઇ-મેઇલ સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ થવાથી અમદાવાદીઓ સહિતના દેશભરના યુવાઓ અને અન્ય લોકો પણ વોટ્સએપ અને ઇ-મેઇલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરીને અવનવાં કાર્ડ, અવનવી ડિઝાઇનો સાથે શુભેચ્છા સંદેશ ફરતા કરી રહ્યા છે.