મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|

મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 24 કરોડને પાર

દેશમાં દૂરસંચાર સેવા ઉપલબ્ધ કરાવનાર કંપનીઓએ ઓક્ટોબર મહિનામાં વધુ 80 લાખ નવા જીએસએમ ગ્રાહકોનો ઉમેરો કરીને નવો રેકોર્ડ સર્જ્યો છે.

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં 80 લાખ નવા ગ્રાહકો ઉમેરાયા હતાં. તેની સામે દેશમાં મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 24.20 કરોડ થઈ ગઈ છે.

આ સંગઠનનાં સીઈઓ ટી. વી. રામચંદ્રને જણાવ્યું હતું કે જો નવા મોબાઈલ ધારકોની સંખ્યામાં વધારો થતો રહ્યો તો તે સંખ્યા 25 કરોડ પહોચી જશે.

વિશ્વભરમાં પ્રવર્તી રહેલી મંદી છતાં મોબાઈલનો ઉપયોગ સતત વધી રહ્યો છે. વિશ્વનાં મોટા મોબાઈલ માર્કેટોમાં ભારતનું સ્થાન ટોચમાં છે. જેના પરિણામે વિશ્વની ટોચની મોબાઈલ કંપનીઓ ભારતમાં મોટાપાયે રોકાણ કરી રહી છે.