ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: શનિવાર, 30 જાન્યુઆરી 2010 (17:08 IST)

યૂનિટી ઈન્ફ્રાનો 1 શેર વહેંચાશે 5 શેરોમાં

યૂનિટી ઇન્ફ્રાપ્રોજેક્ટ્સના નિદેશક બોર્ડે શેર વિભાજન અને વિદેશી રોકાણની સીમા વધારવાનો નિર્ણય કર્યો છે. બોર્ડે કંપનીમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો (એફઆઈઆઈ) ની ભાગીદારીની અધિકતમ સીમા 24% થી વધારીને 49% કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત કંપની 10 રૂપિયા અંકિત મૂલ્ય (ફેસ વૈલ્યૂ) વાળા મોજૂદા શેરોને 2 રૂપિયા અંકિત મૂલ્ય વાળા 5 શેરોમાં વેંચવા જઈ રહી છે.

આ શેર વિભાજનથી કંપનીના શેરોની સંખ્યા 1,48,17,476 થી વધીને 7,40,87,380 થઈ જશે. બોર્ડે એ પણ નિર્ણય કર્યો છે કે, કંપનીનું દેણું લેવાની સીમા 1000 કરોડ રૂપિયાથી વધારીને 3000 કરોડ રૂપિયા કરવામાં આવશે.

પાયાગત માળખા ક્ષેત્રની આ કંપનીનું મુખ્યાલય મુંબઈમાં છે. કે.કે સમૂહની આ કંપની પુલ, માર્ગ અને બિલ્ડિંગ વગેરેનું નિર્માણ કરે છે.
શુક્રવારે મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ) માં તેના શેરનો ભાવ 17.80 રૂપિયા એટલે કે, 3.12% ની લીડ સાથે 587.55 રૂપિયા પર બંધ થયો હતો.