ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|

રતન ટાટાને ડોક્ટરની ઉપાધી અપાશે

નેનો જેવી વિશ્વની સૌથી સસ્તી કારનું ઉત્પાદન શક્ય બનાવી, સામાન્ય મધ્યમ વર્ગનું સપનું સાકાર કરનાર ટાટા ગ્રુપનાં ચેરમેન રતન ટાટાને આવતીકાલે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલનાં હસ્તે ડૉક્ટર ઓફ સાયન્સની ડિગ્રી એનાયત કરવામાં આવશે.

મુંબઈ સ્થિત આઈ.આઈ.ટીનાં 46મા દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ શ્રીમતી પાટીલ ટાટાને ડોક્ટરની ડિગ્રી અને સુવર્ણ ચંદ્રક એનાયત કરશે. આ સાથે બીજા પ્રતિભા સપન્ન વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં રાજ્યપાલ એસ સી ઝમીર, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ, આઈઆઈટીનાં અધ્યક્ષ અનિલ કાકોડકર, આઈઆઈટીનાં નિર્દેશક અશોક મિશ્રા હાજર રહેશે.