શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 26 નવેમ્બર 2013 (17:24 IST)

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નિયમિત દોડતા વાહનો વર્ષે અધધ રૂ. રર,૦૦૦ કરોડની લાંચ ચૂકવે છે

P.R
કાયદા અને સુરક્ષાનો અમલ કરવા ભારતીય રસ્તા ઓ પર પોલીસ કર્મીઓ અને ટ્રાન્સપોર્ટ ઓથોરીટીને સરકાર દ્વારા નિયુકત કરવામાં આવ્યાત છે અને આજ લોકો દ્વારા કરવામાં આવતો ભ્રષ્ટાચાર આમ તો જગજાહેર છે જ હમણા જ ભારતભરમાં ડઝનેક મુખ્ય ટ્રાન્સપોર્ટ કેન્દ્રોમાં કુલ ૧,ર૦૦ ટ્રક ડ્રાઇવરો ઉપર કરાયેલ અભ્યાસમાં બાહર આવ્યું છે કે ૬૦ % કેસોમાં પોલીસ કર્મીઓ અને અફસરો ડ્રાઇવરો પાસેથી ગેરવ્યાયજબી રીતે પૈસા ઉઘરાવે છે અને આમાંથી ૯૦% પૈસા પોલીસ કર્મીઓ અને ટ્રાન્સરપોર્ટ વિભાગના માણસોના ખિસ્સાસમાં જાય છે.

સેન્ટટર ફોર મિડીયા સ્ટભડીઝ અને એમડીઆરએ દ્વારા ઠરાવાયેલા આ સર્વેક્ષણમાં લુધીયાણા, દિલ્હીક, અમદાવાદ, ઇન્દોઅર, મુંબઇ, કોલકત્તા, વિજ્યોવાડા, બેંગ્લોહર અને ચેન્નઇ જેવા મુખ્યĀ ટ્રાન્સ પોર્ટ મથકોને આવરી લેવાયા છે. ઉપરાંત ડ્રાઇવરોએ એમ પણ જણાવ્યુંએ હતું કે સરકારી આજેન્સીાઓ દ્વારા ગેરકાયદેસર ટોકન, રીસીપ્ટઇ કે પાસ પણ ફાળવાય છે જેની માન્યરતા એક મહિના સુધીની હોય છે. લાંચ આપીને મેળવાયેલા આ ટોકન કે પાસ ચેક પોઇન્ટળ ઉપર દેખાડવાથી વાહનનોને ચેકીંગ વિના જવા દેવાની પરવાનગી મળી જાય છે.

શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યુંન હતું કે પાછુ આવી લાંચની રીસીપ્ટ પણ પાછી ‘સાચી' છે કે નહીં તેની ખાતરી માટે સરકારી અફસરો હોલો ગ્રામ વાળી રીસીપ્ટ આપે છે અને આવી રીસીપ્ટોપ માટે April Fool, May Day અને Lndepenndence Day જેવા સાંકેતીક શબ્દો વપરાય છે. ઉપરાંત મોબાઇલ ફોન દ્વારા પણ આવી લીન્ક ની આપલે થાય છે. અભ્યાસ મુજબ આવી લાંચનો વાર્ષિક આંકડો અધધ રૂ. રર,૦૦૦ કરોડની નજીક પહોંચે છે. આ ચોંકાવનારા તારણોમાં એમ પણ જણાવાયું છે. કે ટ્રક અને વેપાર ધંધા માટે ઉપયોગમાં લેવાતા ભારે વાહનો કાયદો અમલ કરનાર એજન્સીઓનો મુખ્ય શિકાર હોય છે.

ડ્રાઇવરોએ દાવો કર્યો છે કે ૧ર% કિસ્સાઓમાં ટ્રકોમાં ઓવરલોડિંગ ન હોવા છતાં પોલીસ કર્મીઓ દ્વારા દંડ ફટકારાય છે. ટ્રાન્સાપોર્ટ વિભાગના અફરો અને પોલીસ વિભાગ દ્વારા કરાતી પજવણીઓ જ ડ્રાઇવરો માટે માથાનો દુઃખાવો બની જતી હોય છે, એમ ૭૭% ટ્રક ડ્રાઇવરોએ કબુલ્યુંણ હતું. ટ્રક ડ્રાઇવરો અને ઓપરેટરોએ જો કે એમ કબુલ્યુંહ હતું કે સરકારી ખાતાઓમાં જલ્દીલથી વસ્તુ ઓ નીપટાવવા અને ઘણીવાર તેમના ટ્રકો સરકારી ધોરણોનું પાલન ન કરતા હોવાથી તેઓ લાંચ આપવામાં આનાકાની કરતા નથી હોતા.

ટ્રાન્સાપોર્ટ ડિર્પાટમેન્ટ ઓફીસને મોટાભાગની લાંચ પરમીટ મેળવવા કે રીન્યુઓ કરવા, ટ્રકોનું રજીસ્ટ્રે શન કરવા અને યોગ્યટતા સર્ટીફીકેટ કરવા માટે મળતી હોય છે. જયારે હાઇવે ઉપર ટ્રક ડ્રાઇવરો માન્યર અને યોગ્યર દસ્તાકવેજ ન હોવાને કારણે, કાયદાઓનું ઉલ્લંઘન કરવા બદલ, ઓવરલોડીંગ માટે અને ડ્રાઇવીંગના નિયમો તોડવા બદલ લાંચ આપતા હોય છે. વધુમાં લાંચ આપી દેવાથી ટ્રકોમાં રહેલ માલની ચકાસણી કરાવવામાંથી પણ છટકી શકાય છે.

થોડાંક રસપ્રદ તારણો:
આશરે ૬૦% કિસ્સાવઓમાં અફસરો કારણ આપ્યાે વગર વાહન થોભાવીને પૈસા પડાવે છે.
ભ્રષ્ટારચારની ભાગ બટાઇ પોલીસ (૪પ%) આરટીઓ (૪૩%) અને બીજાઓ (૧૩%).
રસ્તાટ ઉપરની મૂખ્યા તકલીફો પોલીસ દ્વારા પજવણી (૭૭%) આરટીઓ દ્વારા સતામણી (૭૩%) ઇન્ટદર-સ્ટેપટ બોર્ડરે જોવડાવાતી રાહ (પ૮%).