ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , સોમવાર, 9 ડિસેમ્બર 2013 (17:57 IST)

વિધાનસભા ચૂંટણીના પરિણામથી શેર માર્કેટ ઉછળ્યુ

P.R
સ્ટોક માર્કેટમાં આજે નરેન્દ્ર મોદીની લહેર જોવા મળી. વિધાનસભા ચૂંટણીનાં પરિણામોની ખુશી માર્કેટમાં જોવા મળી. સેન્સેક્સ તથા નિફ્ટી નવી ઉંચાઇએ પહોંચ્યા. સેન્સેક્સ 330 પોઇન્ટ વધીને 21,326 અને નિફ્ટી 104 પોઇન્ટ વધીને 6,364નાં લેવલે બંધ આવ્યા.

માર્કેટમાં આજે બેંક, કેપિટલ ગુડ્ઝ, રિયલ્ટી સ્ટોકમાં શાનદાર તેજી નોંધાઇ. મિડકેપ અને સ્મૉલકેપ સ્ટોકમાં પણ તેજી નોંધાઇ.

હેવીવેઇટ સ્ટોકમાં ડીએલએફ, સેસા સ્ટરલાઇટ, આઇસીઆઇસીઆઇ બેંક, એલએન્ડટી, ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ સુઝુકી, ઓએનજીસીનાં સ્ટોકમાં 3 થી 5 6 ટકાની તેજી હતી. જ્યારે જિંદાલ સ્ટીલ, સિપ્લા, લ્યૂપિન, કેઇર્ન ઇન્ડિયા, ટાટા સ્ટીલ, એચયૂએલનાં સ્ટોકમાં 6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.