શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 15 એપ્રિલ 2008 (11:50 IST)

સિફી ઈંફિનિટી સેટકોમને શેર વેચશે

ઈન્ટરનેટ નેટવર્કિંગ અને ઈ કોમર્સ સેવા આપનારી સિફી ટેકનોલોજીએ જણાવ્યું છે કે, તે ઈંફિનિટી સેટકોમ પ્રાઈવેટ લિમિટેડને 1.2 કરોડ ઈક્વિટી શેર 4.46 અમેરિકન ડોલર પ્રતિ શેરનાં હિસાબે વેચશે.

સિફી ટેકનોલોજીએ એક જાહેરાતમાં કહ્યું હતું કે, કંપનીએ શેરોનાં વેચાણ માટે સેટકોમ યુનિવર્સલ પ્રાઈવેટ લિમિટેડ સાથે સબ્સક્રિપશન કરાર કર્યો છે.

સોફીએ જણાવ્યું હતું કે, તે ઈક્વિટી શેરોનાં વેચાણ દ્બારા 5.7 કરોડ અમેરિકન ડોલરની રકમ મેળવશે. જેનો ઉપયોગ કંપનીનાં વિકાસ કાર્યક્રમોમાં કરવામાં આવશે.