શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઈ , રવિવાર, 11 ઑક્ટોબર 2009 (11:01 IST)

સેબીએ રાજૂના ભાઈ પાસે જવાબ માંગ્યો

બજાર નિયામક સેબીએ શનિવારે સત્યમના સંસ્થાપક બી રામલિંગ રાજૂના ભાઈ આર રામા રાજૂ અને બે અન્યને આ માસના અંત સુધી કરોડો રૂપિયાના કૌભાંડના સંબંધમાં કારણ બતાઓ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું છે.

સેબીએ 14 ઓક્ટોબરના રોજ રામા રાજૂ અને બે અન્ય વ્યક્તિયોં વાડલામણિ શ્રીનિવાસ અને જી રામકૃષ્ણને નિયામક પાસે ઉપલબ્ધ કાગળો જોવાની મંજૂરી આપી છે અને સાત નવેમ્બરના રોજ વ્યક્તિગત સુનાવણીની તારીખ નક્કી કરી છે.

અન્ય આરોપીઓ, રામલિંગ રાજૂ અને વી એસ પ્રભાકર ગુપ્તાએ આ અગાઉ સુનાવણી સ્થગિત કરવાની માગણી કરી હતી. સેબી સિવાય ગંભીર છેતરપીંડી તપાસ કાર્યાલય (એસએફઆઈઓ) અને સીબીઆઈ પણ આ કૌભાંડની તપાસ કરી રહી છે.