શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 7 ફેબ્રુઆરી 2010 (16:41 IST)

સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય સ્તર પર પીળી ધાતુમાં જારી ઘટાડાથી ગત સપ્તહ દિલ્હી સર્રાફા પણ પ્રભાવિત રહ્યો. સોનું જ્યાં 15 રૂપિયા ગાબડીને 16525 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું ત્યાં ચાંદી 850 રૂપિયા ગબડતા 25 હજારના સ્તરની નીચે ઉતરીને 24600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલવામાં આવ્યું.

ગત પૂરા સપ્તાહ દરમિયાન લગભગ સોના પર દબાણ બનેલું રહ્યું. બુધવારે અમુક હદ સુધી સ્થિતિ સુધરી પણ તે વધુ દિવસો સુધી ટકી ન શકી અને અમેરિકામાં બેરોજગારી વધવા તથા યૂરોપીય સંઘના દેશોને દેણા સંકટમાં ફસાવાથી મંદીના ફરીથી પરત ફરવાની આશંકાએ પીળી ધાતુની ચમક નિસ્તેજ કરી દીધી. તેની અસરના કારણે માત્ર સોનું જ નહીં પરંતુ શેર બજારોની સાથે મુદ્રા બજારો પણ તેનાથી પ્રભાવિત રહ્યાં.