શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વાર્તા|
Last Modified: ઇન્દોર , રવિવાર, 21 સપ્ટેમ્બર 2008 (12:31 IST)

સોના ચાંદીમાં જોરદાર ઉછાળ

વિતેલા સપ્તાહ દરમિયાન ક્રુડ ઓઇલની નરમાશને પગલે સોના-ચાંદીમાં રોકાણકારોની માંગથી 26 વર્ષ બાદ જોરદાર ઉછાળ આવ્યો છે.

ઇન્દોરમાં સોનાના બિસ્કીટનો ભાવ સોમવારે રૂ. 136000 ખુલ્યો હતો જે સપ્તાહના અંતમાં રૂ. 11950 વધીને રૂ. 147950 પર આવ્યો હતો. 10 ગ્રામની કિંમત રૂ. 11660થી ખુલેલો ભાવ સપ્તાહના અંતે રૂ. 1025 વધીને રૂ. 12685એ પહોંચ્યો છે.

ચાંદીના ભાવ જોઇએ તો સોમવારે રૂ. 18750 પ્રતિ કિલોનો ભાવ ખુલ્યો હતો જેમાં સપ્તાહ દરમિયાન રૂ.150નો વધારો થતાં રૂ. 19900 થયો છે. ઉલ્લેખનિય છે કે, ચોમાસું સારૂ રહેતાં આ વર્ષે સોના-ચાંદીના ભાવ મજબૂત રહેશે એવું જાણકારો બતાવી રહ્યા છે.