મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: પોંડીચેરી , રવિવાર, 8 નવેમ્બર 2009 (16:38 IST)

સોફ્ટવેર પાર્ક માટે કેંદ્રીય મદદ

કેંદ્રએ અહીં વિશેષ આર્થિક ક્ષેત્ર (સેજ) પરિસરમાં સોફ્ટવેર ટેક્નોલાજી પાર્ક (એસટીપી) ની સ્થાપના માટે 60 કરોડ રૂપિયા આપવાનું આશ્વાસન આપ્યું છે. યોજના રાજ્યમંત્રી વી નારાયણસામીએ શનિવારે આ માહિતી આપી.

નારાયણસામીએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'તેમણે આ મામલો સંચાર મંત્રી એ રાજા સાથે ઉપાડ્યો છે અને એ વાતના મજબૂત સંકેત છે કે, ફંડ આપી દેવામાં આવશે.'

તેમણે જણાવ્યું કે, ' માનવ સંસાધન વિકાસ મંત્રાલયે પોંડીચેરી માટે જે રાષ્ટ્રીય તકનીકી સંસ્થાનની મંજૂરી આપી છે તેને કરાઈકલમાં સ્થાપિત કરવામાં આવશે. આ સંસ્થાન પર કેન્દ્ર રોકાણ કરશે.'

તેમણે કહ્યું કે, ' આ સંઘ શાસિત પ્રદેશની પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી પર કેન્દ્ર વિચાર કરી રહ્યું છે અને સાંસદના આગામી બજેટ સંત્ર દરમિયાન આ વિષે ખરડો લાવવામાં આવી શકે છે.