શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2014 (12:28 IST)

હવે એક મિસ કોલ કરો અને ઘરેબેઠા ચેકબુક અને બેંક સ્ટેટમેંટ મેળવો

P.R
બેંક પોતાના ગ્રાહકો માટે નવી નવી સુવિદ્યા વધારી રહી છે. હવે પ્રાઈવેટ સેક્ટરમાં એચડીએફસી બેંક એક નવી સુવિદ્યા પોતાના ગ્રાહકોને આપી રહી છે. જેમા ઘરેબેઠા તમે પોતાની ચેકબુક મંગાવી શકશો.

બેંકે ગ્રાહકોના પૈસા બચાવવા માટે મિસ કોલથી આ સુવિદ્યા આપવાનું નક્કી કર્યુ છે. જેમા ચેકબુક ઉપરાંત બેલેંસ ઈંકવાયરી, મીની સ્ટેટમેંટ, બેંકિંગ એપ્સ, સ્ટેટમેંટ રજીસ્ટ્રેશન વગેરે સુવિદ્યા છે. પહેલા લોકોની ફરિયાદ હતી કે બેંકના કોલ સેંટરમાં ફોન કરવામાં ઘણો સમય જાય છે. પરંતુ આ સમસ્યાનુ સમાધાન થઈ ગયુ છે. જેમા માત્ર એક મિસ કોલ કરતા જ તમને આ સુવિદ્યા મળી જશે.

જો તમે 1800 270 333 પર કોલ કરશો તો તમને તરત બેંક બેલેંસની માહિતી મળશે. જ્યારે 1800 270 3366 પર ફોન કરવાથી ચેકબુક તમારા ઘરે આવશે. આ રીતે 1800 270 3355 પર મિસ કોલ કરવાથી મીની સ્ટેટબેંક મળશે અને 1800 270 3377 પર તમે એકાઉંટ સ્ટેટમેંટ મેળવી શકશો. મોબાઈલ એપ્સ માટે તમારે 1800 279 3344 પર મિસ કોલ કરવાનો રહેશે.

આ સુવિદ્યા માટે તમારે પહેલા પોતાનો મોબાઈલ ફોન રજીસ્ટર કરવો પડશે. તેના પછી જ્યારે તમે મિસ કોલ કરશો ત્યારે એસએમેસ આવશે અને પછી આ સુવિદ્યા મળશે જેના માટે કોઈ ચાર્જ નથી.