ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By નઇ દુનિયા|

હવે લેંડલાઈન પર વીડિયો કોલિંગની સુવિદ્યા મળશે

P.R
ઉપભોક્તાઓને હવે લેન્ડલાઇન ફોન પર વીડિયો કોલિંગની સુવિધા પણ મળશે. હકીકતમાં બીએસએનએલ આવતા મહીને વીડિયો એન્ડ વોઇસ તથા બ્રોડબેન્ડ વીવીઓબીબી સેવા શરુ કરવા જઇ રહ્યું છે જેને માટે ઉપભોક્તાઓએ વધારાનું ભાડુ નહીં ચુકવવું પડે. જોકે વેબકેમ વિથ ટેલીફોન સેટ ખરીદવો અનિવાર્ય રહેશે.

મોબાઇલ ફોનનાં જમાનામાં લેન્ડલાઇન સેવા દમ તોડી રહી છે. જેને લઇને બીએસએનએલ ચિંતામાં છે. એવામાં નિગમ નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અને જૂના ઉપભોક્તાઓને બરકરાર રાખવા માટે આ યોજના લઇને આવ્યું છે. બીએસએસએલનાં મુખ્ય મહાપ્રબંધક પ્રદીપ પાલીવાલે જણાવ્યું કે વીવીઓબીબીની શરુઆત માર્ચથી યુપી,ગુજરાત,જયપુર અને બેંગલૂરુથી થશે.

એજીએમ યૂ.પી. ગુપ્તાએ જણાવ્યું કે મહીનામાં એક હજાર રૂપિયાથી વધારે કોલ કરનારા ઉપભોક્તાઓ માટે વીવીઓબીબી સેવા 15 દિવસ સુધી ટ્રાયલ માટે આપવામાં આવશે. આ નવી સાવા માટે ઉપભોક્તાઓ ટેલીફોનને બ્રોડબેન્ડ સર્વર કંટ્રોલરૂમથી જોડાશે. ઉપભોક્તાઓને આપવામાં આવેલા ફોનમાં એક વેબકેમ અને એક નાની સ્ક્રીન લાગેલી મળશે.