શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2016 (16:46 IST)

હાઇકોર્ટની રાજ્ય સરકારને ફટકાર નર્મદા બોન્ડ મુદત પૂર્વે પાછા ન ખેંચી શકાય

1990માં બહાર પાડાયેલા સરદાર સરોવર નર્મદા નિગમ બોન્ડ તેની 20 વર્ષેની મુદત પહેલા 2000માં પાછા ખેંચી લેવાના સરકારના નિર્ણયને હાઇકોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો છે. બોન્ડ પર 18.9 ટકા વ્યાજ સાથે 1.11 લાખ ચુકવવાની ખાતરી આપ્યા બાદ વ્યાજદરો ઘટતા સરકારે તમામ બોન્ડધારકોને નિશ્ચિત રકમ આપી દઇ બોન્ડ રદ્ કરી દેવાનો નિર્ણય લીધો હતો. નિર્ણયને પડકારતી પિટિશનમાં કાર્યકારી ચીફ જસ્ટિસ જયંત પટેલની અધ્યક્ષતાની ખંડપીઠે રાજ્ય સરકારની કાર્યવાહીને ગેરબંધારણીય જાહેર કરી અરજદારો વળતર મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી શકે છે તેમ ઠેરવ્યું હતું.
 
મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રીસીટી બોર્ડ કોન્ટ્રીબ્યુટેડ પ્રોવીડન્ડ ફંડ દ્વારા એડવોકેટ માસુમ શાહ અને વિશ્વાસ શાહ મારફત કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતીકે, રાજ્ય સરકાર રીતે નિયત સમય મયર્દિા પુર્વે બોન્ડને પરત ખેંચી શકે. રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલો કાયદો પણ ગેરબંધારણીય હોવાની રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમ કંપ્ની મારફત બહાર પાડવામાં આવેલા બોન્ડમાં બાદમાં મોટી રકમ આપવાનું થશે તેવું જણાતા 2000ના વર્ષમાં નર્મદા બોન્ડ કંપ્નીએ બોન્ડ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. બોન્ડ પરત કરનાને કંપ્ની દ્વારા 50 હજારની રકમ આપવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું. દરમ્યાન 1990 બાદ વ્યાજદરોમાં સતત થઇ રહેલા ઘટાડાથી 2000માં વ્યાજનાદરો ખુબજ ઓછા થઇ ગયા હતા.
 
વ્યાજદરો ઘટી જવાને કારણે અનેક સંસ્થાઓએ તેનો વિરોધ કરતા રાજ્ય સરકારે એક કાયદો બનાવી તેને નર્મદા યોજના કંપ્નીના બોન્ડમાં સામેલ કરવામાં આવી હતી. જે હેઠળ કંપ્ની બોન્ડ ધારકોને નિયત રકમ ચુકવીને બોન્ડ પરત મેળવી શકે છે. તેની સામે સેશન્સ કોર્ટમાં કોઇ અપીલ થઇ શકે નહી. મામલો સુપ્રિમકોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રિમકોર્ટેમાં સેબીએ પણ ઇન્વેસ્ટર્સની તરફેણમાં એફિડેવીટ કરી હતી.
 
બોન્ડ કેમ પરત ખેંચવા પડ્યા
રાજ્યસરકારની નર્મદાન નિગમ કંપ્નીને પાકતી તારીખે જો બોન્ડની રકમ પરત કરે તો 4500 કરોડ જેટલી રકમ ચુકવવી પડે. તે સ્થિતિમાં સરકાર અને કંપ્ની પર ખુબ મોટો બોજો પડે તેવી સ્થીતી હતી. એક તરફ 194 બાદ બેંકોમાં વ્યાજના દરો સતત ઘટી રહ્યા હતા. રાજ્ય સરકારે 257 કરોડ જેટલી રકમ ચુકવીને બોન્ડ પરત ખેંચી લઇ ધારકોને નાણાં ચુકવી આપવાની યોજના બનાવી હતી. જોકે તેના માટે રોકાણકારો સહમત નહી થતાં આખરે કાયદો બનાવી લોકોને બોન્ડ પરત ચુકવ્યા હતા.