શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

સુજાતા : એક સ્ત્રીનુ સમર્પણ

P.R
બી.આર. ચોપડાના બેનર હેઠળ નિર્મિત 'સુજાતા - એક સ્ત્રીકા સમર્પણ' નામંની સીરિયલ 14 એપ્રિલથી સોની એંટરટેનમેંટ પર શરૂ થવા જઈ રહી છે.

સુજાતા એક એવી છોકરી છે જેને તમે તમારા ઘરમા, તમારા કુંટુંબમાં પણ જોઈ શકો છો. ઘરને બનાવવાવળી એક સંપૂર્ણ સ્ત્રી, જે ઘર અને પરિવાર બંનેને સાચવે છે. તેને માટે તેના કુંટુંબ કરતા વધુ મહત્વપૂર્ણ કશુ નથી. કેટલીય સ્ત્રીઓની જેમ સુજાતાએ પણ પોતાના કુંટુંબને માટે પોતાના સપના, મહત્વાકાક્ષાઓ અને યૌવનનુ બલિદાન આપ્યુ છે.

સમય વીતતો ગયો. તે એક જ રસ્તે ચાલીને પોતાના પતિ, બાળકોની સારસંભાળ અને તેમની ઈચ્છાઓ અને માંગને પૂરી કરવા માટે જીવન જીવવા લાગી. તેનુ જીવન જાણે સમય વગરનુ થઈ ગયુ. અચાનક તે પોતાની જાતને એકલી ઉભેલી અનુભવે છે.

પછી એવો સમય આવે છે જ્યારે હકીકત સાથે તેનો સામનો થાય છે. તેના બાળકો મોટા થઈ જાય છે. તેમની પોતાની કેટલીક પ્રાથમિકતાઓ છે તેમની પાસે પોતાની માં માટે બિલકુલ સમય નથી. પતિ સાથે તો તેનો કહેવા ખાતરનો જ સંબંધ છે.

પોતાના ઘરને જોડવા છતાં તે પોતાને એકલી જ અનુભવે છે. તે હવે એકલી કેમ છે, જ્યારે તેને પોતાના કુંટુંબના પ્રેમની સૌથી વધુ જરૂર છે ? તેની સાથે ઘરનો કોઈ સભ્ય કેમ નથી જ્યારે એ પોતે તો તેમના માટે પોતાનુ બધુ ન્યોછાવર કરી ચૂકી છે ? 'સુજાતા - એક સ્ત્રી કા સમર્પણ' દરેક તે ભારતીય સ્ત્રીન ઈ માર્મિક અને હૃદયદ્રાવક કથા છે, જે પોતાનો આખો પરિવાર હોવા છતાં પોતાની જાતને એકલી અનુભવે છે.
જીવનના આ પડાવમાં દરેક સ્ત્રી સુજાતા અને તેની યાત્રાની ઓળખ કરશે. દરેક પતિ અને બાળક પણ પરિસ્થિતિને સમજશે.

આ સિરિયલ વિશે સોની એંટરટેનમેંટ ટેલીવિઝનના હેડ ઓફ ફિક્શન, સંજય ઉપાધ્યાયનુ કહેવુ છે કે 'અમે હંમેશા એક જેવી સીરિયલોથી બિલકુલ જુદા જ વિચારો રજૂ કરીએ છીએ, જે ભારતીય ટેલિવિઝન અપ્ર વિવિધતાપૂર્ણ અને વિશેષ સ્ટોરીઓને રજૂ કરવાના અમારા ભરોસાને વધુ ઠોસ બનાવે છે. આ ધારાવાહિક અમારા બધા દર્શકોને માટે તાજગીથી ભરેલો બદલાવ લાવશે. જીવનના આ પડાવ પર આ સંકટ મોટાભાગની સ્ત્રીઓને માટે સામન્ય વાત છે.

P.R
આ ધારાવાહિકના નિર્માતા રવિ ચોપડા કહે છે - 'સુજાતા ખૂબ જ સુંદર વિચાર છે, આ એ સ્ત્રીઓની કથા છે જે લગ્ન કરે છે અને પોતાના કુંટુબ અને બાળકોની દેખરેખ કરે છે, પણ જેવી તે 40 વર્ષની અવસ્થામાં પહોંચે છે તેનો સામનો સંકટ સાથે થાય છે. તેમની માટે કોઈના પાસે સમય નથી હોતો. આ સીરિયલ આવી જ સમસ્યાઓના સમાધાનની શોધ કરવાની કોશિશ કરે છે.

ઈન્દ્રાણી હલ્દર આ સીરિયલમાં મુખ્ય પાત્ર ભજવી રહી છે. તેમની બહેનપણીઓના રૂપમાં દિવ્યા જગદાલે અને શીબા પણ જોવા મળશે. અમન વર્મા, રવિ ગુપ્તા, રેણુકા ઈસરાણી, કિરણ ભાર્ગવ જેવા કલાકારો પણ જોવા મળશે. આનુ પ્રસારણ પ્રત્યેક સોમવારથી ગુરૂવાર રાત્રે 10 વાગે સોની એંટરટેનમેંટ પર થશે.