શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

સેક્સ લાઈફને રોમાંચક બનાવે છે કસરત

P.R
આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં અને ટેંશનની અસર માણસના સ્વાસ્થ્ય પર જ નહી પણ તેની સેક્સ લાઈફ પર પણ પડે છે. સેક્સ ટેંશનમાંથી મુક્તિ અપાવીને મનને પ્રફુલ્લિત અને તાજગીભર્યુ રાખે છે તેથી તેના પ્રત્યે અરુચિ કે બેદરકારી રાખવી ઠીક નથી.

કસરત આપણને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો લાભદાયક છે જ પણ તે સેક્સલાઇફને પણ રોચક બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અભ્યાસમાં જણાવાવમાં આવ્યું છે કે જિમમાં નિયમિત રીતે જતા પુરુષો તેમની સેક્સલાઇફથી વધારે સંતુષ્ટ દેખાઈ રહ્યા છે. મેડિકલ અભ્યાસ મુજબ કસરતથી માત્ર ફિટનેસને જ જાળવી રાખવામાં સફળતા નહિ બલકે પોતાની સેક્સલાઇફને સુધારવામાં પણ કસરતની ભૂમિકા રહેલી છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કસરતથી વજન ઉતારવામાં ઉપરાંત વજન ઘટાડવાની બાબત બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ડોક્ટરોનું કહેવુ છે એક વધારે વજન ધરાવતા પુરુષોએ સૌ પ્રથમ વજન ઉતારવા તરફ વધુ ધ્યાન આપવુ જોઈએ. યોગ્ય ડાયટ પ્લાન અને કસરત દ્વારા એકાદ બે મહિનામાં સહેલાઈથી વજન ઉતારી શકાય છે.