ચારોળીથી ચહેરો ચમકાવો

સુંદરતા કાયમ રાખવામાં ચારોળીનો ઉપયોગ કરવામાં આવે છે.

ખીલ - નારંગી અને ચારોળીના છાલટાને દૂધની સાથે વાટીને તેનો લેપ તૈયાર કરી લો અને ચહેરા પર લગાવો. તેને સારી રીતે સૂકાવા દો અને પછી ખૂબ મસળીને ચહેરાને ધોઈ લો. આનથી ચહેરા પરની ખીલ ગાયબ થઈ જશે. જો એક અઠવાડિયા સુધી પ્રયોગ કર્યા પછી પણ અસર ન દેખાય તો લાભ થતા સુધી આનો પ્રયોગ ચાલુ રાખો.


ભીની ખંજવાળ - જો તમે ભીની ખંજવાળથી પીડિત છો તો 10 ગ્રામ સુહાગા વાટેલો, 100 ગ્રામ ચારોળી, 10 ગ્રામ ગુલાબ જળ આ ત્રણેને એકસાથે વાટીને તેનુ પાતળો લેપ તૈયાર કરો અને ખંજવાળવાળા બધા સ્થાનો પર લગાવતા રહો. આવુ લગભગ 4-5 દિવસ કરો. તેનાથી ખંજવાળમાં ખૂબ આરામ મળશે અને તમે સારા થઈ જશો.

ચહેરા પર લેપ - ચારોળીને ગુલાબજળ સાથે પત્થર પર વાટીને લેપ તૈયાર કરો. આ લેપ ચહેરા પર લગાવો. લેપ જ્યારે સૂકાવા માંડે ત્યારે તેને સારી રીતે મસળો અને પછી ચહેરો ધોઈ લો. તેનાથી તમારો ચહેરો ચિકણો અને ચમકદાર બનશે. આવુ એક અઠવાડિયા સુધી રોજ કરો. પછી અઠવાડિયામાં બે વાર લગાવતા રહો. તેનાથી તમારો ચહેરો ચમકદાર લાગશે.


આ પણ વાંચો :