શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 26 એપ્રિલ 2016 (15:55 IST)

15 દિવસ સતત કરો આ કામ, તમારુ વજન ઝડપથી ઘટશે

જાડાપણુ કોઈને પણ પસંદ નથી હોતુ. તેનાથી શરીર બીમારીઓની ચપેટમાં આવી જાય છે. સાથે જ તમારી પર્સનાલિટી પણ ખરાબ થઈ જાય છે. વજન ઓછુ કરવા માટે લોકો અનેક પ્રકારના નુસખા અપનાવે છે. પણ ગરમીમાં વજનને ઘટાડવુ સહેલુ હોય છે.  તેથી ઉનાળામાં વજન ઓછુ કરવામાં વધુ જોર લગાવો.  
 
આજે અમે તમને કેટલીક ડાયટિશિયનની સલાહ પર બતાવીશુ એવી ટિપ્સ જેની મદદથી તમે 15 દિવસની અંદર નુકશાન પહોંચાડ્યા વગર તમારુ વજન ઓછુ કરી શકો છો. 
 
1. વધુ પાણી પીવો - વજન ઓછુ કરવુ છે તો આખો દિવસ થોડુ થોડુ પાણી પીવો. તેનાથી શરીરમાં એનર્જી કાયમ રહેશે અને નબળાઈ પણ નહી આવે. 
2. ફાસ્ટફૂડને દૂર રાખો - રસોડામાંથી ફાસ્ટ ફૂડને દૂર રાખો જેથી હાઈ કૈલોરી તમારા શરીરમાં ફાલતૂ ચર્બી એકત્ર ન કરી શકે.
3. સ્ટાર્ચથી દૂર રહો - ખાંડ અને સ્ટાર્ચવાળો આહાર જેવા કે બટાટા, પાપડ, પેસ્ટ્રી, બ્રેડ, ભાત વગેરેનુ સેવન ન કરો. તેનાથી વજન ઘટવામાં મદદ મળશે. 
4. પ્રોટીન આહાર - ખાવામાં વધુમાં વધુ પ્રોટીનયુક્ત આહાર લો. દાળ, ઈંડા, મટન વગેરેનું સેવન કરો. 
5. લીલી શાકભાજીઓનું સેવન - બાફેલી લીલી શાકભાજીઓ કે શાકભાજીઓના સૂપનુ સેવન કરો. 
6. કેલોરી પર ધ્યાન આપો - તમે દિવસભરમાં કેટલી કેલોરી લે છે. આનુ ધ્યાન  રાખવુ જોઈએ. તેનાથી તમને જાણ રહેશે કે તમે કંઈ એવી વસ્તુ સૌથી વધુ ખાવ છો જેનાથી જાડાપણું વધે છે.  એ વસ્તુને લીસ્ટમાંથી હટાવી દો. 
7. ખાવાનુ ન છોડો - વજન ઓછુ કરવા માટે અનેક લોકો ખાવાનુ પીવાનુ છોડી દે છે. આવી ભૂલ ક્યારેય ન કરો. તેનાથી વજન ઓછુ નહી થાય પણ શરીર થુલથુલુ થઈ જશે.  
8. ડાયેટ પ્લાન બનાવો - ડાયેટ ચાર્ટ મુજબ ખાવ 
9. ભોજન કરતા પહેલા ફરવા જાવ - ઘણા લોકો ભોજન કર્યા પછી ફરવા જાય છે જે ખોટુ છે. તેના કરતા સારુ રહેશે કે તમે ભોજન કરતા પહેલા ફરીને આવો. તેનાથી પાચન તંત્ર પર સારો પ્રભાવ પડે છે અને કેલોરી બર્ન કરવામાં પણ મદદ મળે છે. 
10 ખોરાક ઓછો કરો - જો તમે 5 રોટલીનુ સેવન કરતા હોય તો 3 ખાવ. તેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળશે.