શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (15:18 IST)

હેલ્થ ટીપ્સ - બાજરી આરોગ્ય માટે અનેક રીતે ઉપયોગી છે

જૂના લોકો પોતાની ડાયેટનુ ખૂબ ધ્યાન રાખતા હતા. તેઓ પોતાના જમવામાં ઘઉં સાથે મકાઈ, જુવાર, બાજરા જેવી વસ્તુઓનો સમાવેશ કરતા હતા.  જેનાથી તેમની બોડીને પ્રોટીન, કેલ્શિયમ, વિટામીન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં મળતા હતા. પણ આજના સમયમાં લોકો ખાસ કરીને યંગસ્ટર પોતાના ખાવામાં પિજ્જા, બર્ગર, નૂડલ્સ જેવા ફાસ્ટ ફુટનો સમાવેશ કરી રહ્યા છે. જે તેમના સ્વાસ્થ્યને દિવસો દિવસ બગાડી રહ્યા છે. 
 
 બાજરા એક પ્રકારનુ અનાજ છે. જેનાથી તમે રોટલી-પકોડા-દલિયા-બિસ્કુટ-કેક-શીરો અને કોઈપણ રીતે ખાઈ શકો છો. આ ખાવામાં સામેલ કરીને બ્રેસ્ટ કેંસર જેવી ગંભીર બીમારીથી પણ બચી શકાય છે. બાજરા બે પ્રકારના હોય છે. દેશી(તીનમાહી) અને સંકર(સાઠી) પણ હંમેશા દેશી બાજરા જ ખાવ. આની ઉપજ ઓછી થાય છે અને ગુણોથી ભરપૂર હોય છે. આવો જાણીએ તેના વિશે... 
 
બાજરામાં જોવા મળતા જરૂરી તત્વ 
 
- મેગ્નેશિયમ 
- કેલ્શિયમ 
- મેગ્નીઝ 
- ટ્રિપ્ટોફેન 
- ફોસ્ફોરસ 
- ફાઈબર 
- વિટામિન-બી 
- એંટીઓક્સીડેંટ 

અનેક રોગોમાં રોકથામ 
 
ઘઉ અને ચોખા કરતા બાજરીમાં ઉર્જા અનેકગણી વધુ છે. તેનાથી બનેલ રોટલા ખાવા આરોગ્ય માટે લાભદાયક છે. 
 
1. બાજરીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આર્યન મળી રહે છે. 
2. બાજરીની પ્રકૃતિ ગરમ હોય છે અને તેને ખાવાથી અર્થરાઈટસ, ગઠિયા અને દમા જેવી બીમારીઓ થતી નથી. 
3. કેલ્શિયમથી ભરપૂર બાજરી ખાવાથી માંસપેશીયો અને હાડકા મજબૂત થાય છે. 
4. આનુ રોજ સેવન કરવાથી શરીર શક્તિશાળી અને મજબૂત બને છે. 
5. તેમા કેલ્શિયમની માત્રા એટલી હોય છે કે હાડકાઓ માટે રામબાણ ઔષધિ છે. 
6. આયરનના ગુણોથી ભરપૂર હોવાને કારણે લોહીની કમીથી બચી શકાય છે. 
7. બાજરીની રોટલી ગાયના ઘી સાથે ખાવાથી તેની પૌષ્ટિકતા અને ગુણ વધી જાય છે. 
8. તેને ખાવામાં સામેલ કરવાથી કેલ્શિયમની કમીથી થનારા આસ્ટિયોપોરોસિસ રોગ અને લોહીની કમી થતી નથી. 
9. બાજરામાં જોવા મળતા ફાઈબર, કેંસર વિશેષ રૂપે બ્રેસ્ટ કેંસરના ખતરાને ઓછો કરે છે. 
10. નાના બળકોમાં થનારા અસ્થમા રોગની શક્યતાને ઓછી કરે છે. 
11. આ કોલેસ્ટ્રોલની માત્રાને ઓછુ કરે છે. 
12. તેમા રહેલ મેગ્નેશિયમ માથાનો દુખાવો અને હાર્ટ એટેકના સંકટને ઓછુ કરે છે.