શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 27 ઑક્ટોબર 2014 (15:30 IST)

Health Tips- ઓલીવ તેલમાં બનેલા વ્યંજન સ્વાસ્થયવર્ધક

શુ તમને તળેલી વસ્તુઓ પસંદ છે ? તો તમે તળવા માટે ઓલીવ તેલનો ઉપયોગ કરો , કારણ કે  બીજી જાતના તેલની અપેક્ષા આ વાસણની ઉષ્માને વધારે સહન કરી સકે છે. આ કારણે તેલની ગુણવત્તા જળવાય રહે છે અને તેલમાં રહેલા પૌષ્ટિક તત્વો તમને સ્વસ્થ રાખે છે. જ્યારે શોધકર્તાઓએ બટાટાને ઓલિવ તેલ, મકાઈનું તેલ,  સોયાબીન અને સૂરજમુખીના તેલમાં તળ્યા તો જાણ્યું કે ઓલિવ તેલ 320 અને 374 ડિગ્રી ફેરનહાઈટ પર તળવાથી પણ સૌથી વધારે સ્થિર હતુ..  જ્યારે કે 356 ડિગ્રી ફેરનહાઈટ પર જ સૂરજમુખીનું  તેલ જલ્દી વિકૃત થઈ ગયું. 
 
શોધકર્તાઓ જણાવ્યું કે તળવા માટે ઓલિવ તેલ સારું છે. આ તેલમાં તળવાથી ખાદ્ય પદાર્થની ગુણવતા અને પોષણ સાથે ઓલિવના તેલની પૌષ્ટિકતા પણ જળવાય રહે છે. 
 
તેમણે કહ્યું કે વિવિધ તેલમાં ઘણા ભૌતિક રાસાયણિક અને પોષક પદાર્થ હોય છે જે તેલ ગરમ  થતાં જ નાશ પામે છે.