મલ્ટીવિટામિનથી ભરપૂર સરગવો ઈમ્યુનિટી વધારવાની સાથે આ રોગોથી પણ કરશે મુક્ત

Last Modified શુક્રવાર, 7 મે 2021 (15:26 IST)
કોરોનાકાળમાં વાયરસથી લડવા માટે દુનિયા ભરના એક્સપર્ટ અને ડાક્ટર્સ અમે હેલ્દી ફૂડસ ખાવાની સલાહ આપી રહ્યા છે. તેથી અમે એક એવા ફૂડ વિશે જણાવી રહ્યા છે જે ન માત્ર હેલ્દી છે પણ તમારી 
ઈમ્યુનિટીને પણ સ્ટ્રાંગ રાખવામાં મદદ કરે છે. અમે વાત કરી રહ્યા છે સરગવોની જે એક પ્રકારની ફળી છે. 
સરગવોના શાકમાં છે આ પોષક તત્વ સરગવો ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ ઘણા સ્વાસ્થય સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

-સરગવોમાં પૌષ્ટિકતાના બાબતમાં ગાજર, સંતરા અને અહીં સુધી કે દૂધથી પણ વધારે પોષક તત્વ હોય છે. સરગવોના પાનથી જ્યુસ સિવાય તેની શાક પણ બનાવી શકાય છે. આવો જાણીએ સરગવોમાં હાજર ગુણો વિશે - સરગવોના પાનમાં વિટામિન એ, સી, બી 1, બી 2, બી 3, બી 6 અને ફોલેટ હોય છે. તેમાં મેગ્નીશિયમ, આયરન કેલ્શિયમ, ફાસ્ફોરસ અને જિંક હોય છે. તેની શાક ખાવાથી તમને આ બધા વિટામિંસ અને મિનરલ્સ 
મળે છે. 
- સરગવોના પાન અમીનો એસિડ અને પ્રોટીનથી ભર પૂર હોય છે. તેમાં 18 પ્રકારના અમીનો એસિડ હોય છે જે સ્વાસ્થયને હેલ્દી રાખવામાં મદદ કરે છે. 
- સરગવોના પાનમાં એંટી ઈંફ્લેમેંટરી ગુણ હોય છે. જે સોજાના રોગો જેમ કે કેંસર, ગઠિયા અને ઘણા ઑટો ઈમ્યુન રોગોને દૂર કરવામાં સહાયક હોય છે. 
- સરગવોના પાન પાચન ક્રિયામાં ખૂબ સહાયક હોય છે. જે લોકો કબ્જિયાત, સોજા, ગૈસ, ગૈસ્ટ્રિટિસ અને અલ્સરેટિવ કોલાઈટિસથી પીડિત છે તેને તેનો સેવન કરવો જોઈએ. 


આ પણ વાંચો :