ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 6 મે 2016 (12:35 IST)

ફ્રીજમાં મુકેલા ઈંડા આરોગ્યની દ્રષ્ટિએ લાભકારી નહી

આ પહેલા કરવામાં આવેલ નવી માન્યતાઓ વિશે તમે જાણો એ પહેલા એક વાત તમને જણાવી દેવી જરૂરી છે કે ફ્રિજમાં મુકેલા ઈંડા, બહાર મુકેલા ઈંડાની તુલનામાં વધુ સમય સુધી તાજા રહે છે અને તાજા હોવાને કારણે તેમનો સ્વાદ પણ કાયમ રહે છે. છતા વૈજ્ઞાનિકોએ પોતાના તર્કો મુજબ વર્ષોથી ચાલી આવેલ આ ચલનને ખોટુ બતાવ્યુ છે. 
 
1. તાપમાન - જો તમને ઈંડાનો ઉપયોગ બેકિંગ પ્રોડક્ટ બનાવવા માટે કરવો છે તો સારુ રહેશે કે તમે તેને ફ્રિજમાં ન મુકો. ફ્રિજમાં મુકેલા ઈંડાને ફેંટવા અપેક્ષાકૃત થોડા મુશ્કેલ હોય છે. જેનાથી રંગ અને સ્વાદ બંનેમાં ફર્ક આવી જાય છે. 
 
2. તૂટવાનો ભય - જો તમે ધ્યાન આપ્યુ હોય તો ખરીદીને લાવ્યા પછી જો તમે તરત જ ઈંડાને બાફવા મુકો છો તે ફૂટતા નથી. પણ ફ્રિજમાં મુકેલા ઈંડાને ઉકાળવામાં હંમેશા ફૂટવાનો ભય રહે છે. 
 
3. બેક્ટેરિયાનો ખતરો - ઈંડાને ફ્રિજમાં મુક્યા પછી તેને સામાન્ય તાપ પર  રાખતા કંડેનસેશન થવાની આશંકા વધી જાય છે. કંડેનસેશનથી ઈંડાના છાલટા પર રહેલ બેક્ટેરિયાની ગતિ વધી શકે છે અને તેમની અંદર પ્રવેશ કરવાના ચાંસેજ પણ વધી જાય છે. આવા ઈંડાનું સેવન કરવુ ખતરનાક હોઈ શકે છે. 
 
4. સંક્રમણનો ખતરો - અનેકવાર ઈંડાના ઉપરી ભાગ પર ગંદકી રહી જાય છે. જેના કારણે ફ્રિજની બીજી વસ્તુઓ પણ સંક્રમિત થઈ શકે છે.  આવી પરિસ્થિતિમાં ઈંડાને ફ્રિજમાં મુકવાથી અનેક પ્રકારનુ સંક્રમણ થઈ શકે છે. 
 
5. વધુ આરોગ્યપ્રદ - એ સત્ય છે કે ફ્રિજમાં મુકેલા ઈંડા બહાર મુકેલા ઈંડાની તુલનામાં વધુ દિવસ સુધી સારા રહે છે પણ ફ્રિજમાં મુકેલા ઈંડા વધુ ઠંડા થવાને કારણે ઈંડાના કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. 
 
6. રૂમના તાપમાન પર મુકેલા ઈંડા, ફ્રિજમાં મુકેલા ઈંડાની તુલનામાં અનેક રીતે વધુ આરોગ્યપ્રદ હોય છે.