ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 24 એપ્રિલ 2017 (10:25 IST)

HEALTH CARE - જાણો ન્યૂટ્રિશનિસ્ટ મુજબ તમારે શુ ખાવુ જોઈએ અને શુ નહી

પહેલાની તુલનામાં જીવનની ગતિ ઝડપી બની ગઈ છે. લોકો સતત કામ કરતા રહે છે અને ખાવાનુ ખાતી વખતે આ વાત પર ધ્યાન નથી આપતા કે તેઓ શુ ખાઈ રહ્યા છે. જ્યારે આપણે આપણા શરીરને મહત્વ નથી આપતા તો આપણને અનેક પ્રકારની બીમારીઓ થઈ જાય છે. 
 
આવા સમયે આપણને ન્યૂટ્રિશનિસ્ટની યાદ આવે છે. ન્યૂ/ટ્રિશનિસ્ટ આ સલાહ આપે છે કે જો આપણે કેટલાક વિશેષ પદાર્થોનુ સેવન ન કરીએ તો બીમારીથી મુક્ત જીવન જીવી શકીએ છીએ. આવો આ ખાદ્ય પદાર્થો વિશે જાણીએ... 
 
આર્ટિફિશિયલલ સ્વીટનર્સ લેવાથી બચો.  તેના સ્થાન પર ખજૂર અને મધની થોડી માત્રાનો ઉપયોગ કરો. આર્ટિફિશિયલ સ્વીટનર્સ સિંથેટિક પદાર્થ છે જેને તમારુ શરીર સ્વીકાર કરતુ નથી અને આ વજન ઘટાડવામાં પણ સહાયક નથી હોતુ.  

સિરિયલ્સ ક્યારેય ન ખાશો - આ સ્વાસ્થ્ય માટે સારુ નથી હોતુ. તેમા ખૂબ વધુ પ્રમાણમાં શુગર, સોડિયમ અને પ્રિજર્વેટિવ છિપાયેલા છે.  જો તમે તેનુ એક વાડકી પણ સેવન કરો છો તો તમારા લોહીમાં શર્કરાનુ પ્રમાણ ખૂબ વધી જાય છે. 

માછલીનુ સેવન  સ્વાસ્થ્ય  માટે લાભદાયક છે. પણ તેને ખરીદતી વખતે તમારે સાવધ રહેવુ જોઈએ. ફાર્મ ફિશની તુલનામાં વાઈલ્ડ ફિશ વધુ સારી હોય છે. કારણ કે ફાર્મ ફિશમાં પારો, પ્રદૂષક પદાર્થ, કૈંસર ઉત્પન્ન કરનારા કારક અને કીટનાશક ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. 

પીનટ બટર ક્યારેય ન ખાશો - આવુ એ માટે કારણ કે તેમા ખૂબ વધુ પ્રમાણમાં શુગર હોય છે. તેના સ્થાન પર આલમંડ બટરનો ઉપયોગ કરો.  આ બજારમાં મળતા ઉત્તમ બટરમાંથી એક છે.  

સોલ્ટેડ નટ્સને બદલે કાચા નટ્સ(સુકામેવા) ખાવ. કારણ કે સોલ્ટેડ નટ્સમાં સોડિયમ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. 

ટેબલ સોલ્ટનો ઉપયોગ ન કરો. તેમા પોષક તત્વ ખૂબ ઓછા હોય છે અને તેનાથી હાઈપરટેંશન(હાઈબીપી)ની સમસ્યા થઈ શકે છે. તેના બદલે સેંધાલૂણનો ઉપયોગ કરો. 

પ્રોસેસ અને પૈક કરેલી બ્રેડનો પ્રયોગ ન કરો. તેમા સોડિયમ, શુગર અને પ્રિજર્વેટિવ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે અને આ આપણા પાચન તંત્રને પણ નુકશાન પહોંચાડે છે. કારણ કે તેને પચાવવી ખૂબ મુશ્કેલ હોય છે.