ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 21 માર્ચ 2016 (13:22 IST)

જાણો , ઠંડુ અને ગરમ એક સાથે કેમ ન ખાવુ જોઈએ ?

ઘણા લોકો જેવો ખાવા-પીવાના શોખીન છે એ એક સાથે ઘણી વસ્તુઓ એકસાથે ખાવા માંડે છે. પણ  ત્યાં જ બીજી બાજુ ઘણા લોકો પોતાના આરોગ્ય સાથે કોઈ ચેડા કરતા નથી.  એ એમના ભોજનના કામ્બિનેશન પર ખાસ ધ્યાન આપે છે. 
 
જો તમે યોગ્ય રીતે ભોજનને  કોમ્બિનેશન સાથે ખાશો તો તમારા આરોગ્ય પર ખૂબ સકારાત્મક અસર થશે. આયુર્વેદ મુજબ સારુ ભોજન એ જ છે જે પેટમાં જઈને સરળતાથી પચી જાય. શરીરને પોષણ પણ પહોંચાડે અને પેટ પણ સાફ કરે પણ એકસાથે ઠંડો ગરમ ખોરાક કે પછી ગળ્યુ અને  ચટપટુ  ભોજન ક્યારે પણ ન ખાવુ. 
 
જ્યારે પણ ખાવ હમેશા સંતુલિત ખાવ નહી તો પોષણ પર સીધી અસર પડશે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે દરેક ભોજન પેટમાં જઈને કાર્બોહાઈડ્રેડ ફેટ અને શુગરમાં ફેરવાઈ જાય છે. આથી તાસીરની કોઈ ખાસ અસર નહી થાય. 
 
હા , ખૂબ વધારે ઠંડા કે ગરમ  ભોજન ખાવાથી જરૂર બચવું જોઈએ કારણકે એ આપણુ  લોહી ગરમ હોય છે આથી યોગ્ય  તાપમાનને જાળવી રાખવા માટે આપણા શરીરને બમણી મહેનત કરવી પડે છે નહી તો એ ક્યારેય  ઠીક કામ નથી  કરી શકતું . 
આપણું નાર્મલ બોડી ટેમ્પરેચર 37 સે. હોય છે જો તમે એક સાથે  આઈસક્રીમ અને હૉટ કાફી પીશો તો પેટને એને પચવવા માટે મેહનત કરવી પડશે . આથી હમેશા સામાન્ય તાપમાનના જ ભોજન કરવુ  જોઈએ. 
 
જો તમે ફૂડ કોમ્બિનેશન ઠીક નહી રાખો તો તમારી સ્કીન હમેશા ડ્રાઈ બની રહેશે,હમેશા કફ ,પેટમાં ગૈસ અને અપચો રહેશે અને ફેફસામાં કફ જમા થશે. 
 
આથી યોગ્ય કોમ્બિનેશનથી ભોજન કરો  નહી તો પેટ ખરાબ થઈ જશે