વાળ, ત્વચા અને આરોગ્ય માટે જાણો મૂળાના ઘરેલૂ ઉપાય -12 ઘરેલૂ ટીપ્સ

Last Updated: ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (11:57 IST)
કિડની સ્વસ્થ રાખે છે મૂળા. મૂળામાં એવા પ્રકારના ગુણ હોય છે જેનાથી કિડનીનુ ફંક્શન સારુ રહે છે. આ શરીરમાંથી ઝેરીલા તત્વોને કાઢવામાં કારગર છે. તેને નેચરલ ક્લીંજર પણ કહેવાય છે. 
 
ચેહરાના દાગ, ખીલ - ભોજનમાં પોટાશિયમની કમી થવાથી ચેહરા પર દાગ પડી જાય છે અને કરચલીઓ ઉભી થાય છે. એક અઠવાડિયા સુધી રોજ એક કપ મૂળા અન્મે તેના પાનનો રસ પીવાથી ચેહરાના દાગ અને ખીલ મટી જાય છે અને ચેહરો ખીલી ઉઠે છે. 
પેશાબમાં તકલીફ અને બળતરા - એક એક કપ મૂળાના પાનનો રસ દિવસમાં બે-ત્રણ દિવસ પીવાથી પેશાબ તકલીફ વગર અને મોકળાશથી આવે છે અને બળતરાથી પણ રાહત મળે છે. 
 
પથરી - સવાર-સાંજ 25 ગ્રામ મૂળાનો રસમાં એક દોઢ ગ્રામ યવક્ષાર મિક્સ કરીને પીવાથી અથવા 35-40 ગ્રામ મૂળાના બીજને અડધો કિલો પાણીમાં ઉકાળીને જ્યારે અડધુ રહી જાય ત્યારે ગાળીને પીવાથી 10-12 દિવસમાં મૂત્રાશયની પથરી તૂટી-તૂટીને નીકળી જાય છે. મૂળીનો રસ પીવાથી પિત્તાશયની પથરી નથી બનતી. 
 


આ પણ વાંચો :