વાળ, ત્વચા અને આરોગ્ય માટે જાણો મૂળાના ઘરેલૂ ઉપાય -12 ઘરેલૂ ટીપ્સ

Last Updated: ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (11:57 IST)
દાદ - રોજ મૂળાના બીજ અને સૂકા પાનને લીંબાના રસમાં વાટીને ગરમ કરીને લગાવતા રહેવાથી થોડાક જ દિવસોમાં લાભ થશે. 
 
ફોડલા - ફોડલી - મૂળાને કચડીને તેની લુગદી બનાવી ફોડલા - ફોડલી પર રોજ લેપ કરતા રહેવાથી અને સાથે જ મૂળા અને તેના નરમ પાનને ખાવાથી અથવા સવાર-સાંજ એક એક કપ રસ પીતા રહેવાથી થોડાક જ દિવસોમાં ઠીક થઈ જશે અને ત્વચા સાફ થઈ જાય છે.  
 
માસિક ધર્મ અટકી જવો - બે અઢી ગ્રામ મૂળાના બીજનો પાવડર કરી સવાર-સાંજ પાણી સાથે ફાંકી લેવાથી થોડાક જ દિવસોમાં માસિક ધર્મ સારી રીતે આવવા માંડે છે. 
 
બવાસીર - રોજ સવારે એક કપ મૂળાનો રસ પીતા રહેવાથી(તેમા લીંબૂનો રસ અને આદુનો રસ પણ નાખી શકો છો) અને લેટરિન ગયા પછી હાથ ધોઈને મૂળાના પાણીથી બીજીવાર ગુદા ધોવાથી થોડાક જ દિવસમાં બવાસીરનો રોગ જતો રહે છે.  
 
વીંછીનો ડંખ - મૂળાના બીજમાંથી એક ગોળ ચપટો ટુકડો કાપીને તેને મીઠુ લગાવીને વીંછીના ડંખ મારવાના સ્થાન પર ચોટાડી દો અને થોડી થોડી વારે આ બદલતા રહો. તેનાથી ઝેરનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે અને દુ:ખાવો તેમજ બળતરામાં રાહત મળે છે.  


આ પણ વાંચો :