શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 25 મે 2017 (13:56 IST)

Health -Tips નાની વરિયાળી ઘણા રોગોમાં લાભકારી

વરિયાળી મસાલા રૂપે તમારી રસોઈને ટેસ્ટી કરવા સાથે એમાં સેહતના પણ ઘણા રાજ છુપાયેલા છે. વરિયાળીમાં ઘણા ઔષધીય ગુણો હોય છે. એમાં કેલ્શિયમ ,આયરન ફાસ્ફોરસ સોડિયમ અને પોટેશિયમ હોય છે. આજે આપણે જાણીએ વરિયાળીના ફાયદા 
 
મુખની દુર્ગંધ 
 
ભિજન કર્યા પછી એક ચમચી વરિયાળીથી મુખની દુર્ગંધ દૂર થાય છે અને ભોજન પણ સારી રીતે પચી જાય છે.
 
પેટની સમસ્યાઓથી છુટકારા 
 
વરિયાળી  ખાવાથી પેટની સમસ્યાઓથી મુક્તિ મળે છે. વરિયાળી અને શાકરનો પાવડર બનાવી અને પાણી સાથે એક એક ચમચી સવાર-સાંજે લેવાથી કબ્જિયાત અને ગૈસથી રાહત મળે છે સાથે સાથે આંખોના રોગો દૂર થાય છે. 
 
ગળામાં ખરાશ 
 
જો તમારા ગળામાં ખરાશ છે તો  વરિયાલી ચાવવી તમારા માટે લાભકારી છે.વરિયાલી ચાવાથી ગળું સાફ થઈ જાય છે.
 
ઉબકા આવવા 
 
વરિયાળીનો શરબત બનાવી પીવાથી ઉબકા આવવાની સમસ્યાથી છુટકારો મળે છે. આથી પેટની ગર્મીથી પણ રાહત મળે છે. 
 
આંખોનું તેજ વધારે 
  
વરિયાળી અને શાકરનો પાવડર બનાવી અને પાણી સાથે એક એક ચમચી સવાર-સાંજે સેવન કરવાથી આંખોના તેજ વધે છે. 
 
ત્વચા માટે ફાયદાકારી 
 
સવારે સાંજે ખાલી પેટ વરિયાળી ખાવાથી લોહી સાફ થાય છે. જેથી સ્કીનમાં ચમક આવે છે. 
 
ખાટી ડકારો
 
જો તમને ખાટી ડકાર આવે છે તો વરિયાળીને પાણીમાં ઉકાળી તેમાં શાકર નાખી દો. આ મિશ્રણને પિવું આથી ખાટી ડકારોથી રાહત મળે છે.