મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 14 ઑક્ટોબર 2019 (18:39 IST)

પ્રેગનેંસીમાં પીઠના બળે સુવુ 10 સિગરેટ પીવા જેટલુ ખતરનાક

એક શોધમાં જોવા મળ્યુ છેકે ગાર્ભાવસ્થાના અંતિમ અઠવાડિયામાં ગર્ભવતી મહિલાઓએ પીઠના બળે સુવુ 10 સિગરેટ પીવા જેટલુ ખતરનાક હોઈ શકે ક હ્હે. આ શોધ ઓકલેંડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યુ છે. 
 
ઓકલેંડ વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો મુજબ જે મહિલા પોતાના ગર્ભાવસ્થાના ત્રિમાસિક અવધિ દરમિયાન એક બાજુ મોઢુ કરીને સૂવાને બદલે પીઠના બળે સૂઈ જાય છે.  તો તેમના જન્મ લેનાર બાળકનુ વજન ઓછુ થવાની શક્યતા ત્રણ ગણા જેટલી વધી જાય છે. 
 
બાળકમાં લોહીની આપૂર્તિ ઘટી જાય છે 
 
વૈજ્ઞાનિકોનુ માનવુ છે કે ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પીઠના બળ સૂવાથી બાળકમાં લોહીની આપૂર્તિ ઓછી થઈ જાય છે. પીઠના બળે સૂતા મા ના મોટા થયેલા ગર્ભનો આકારાનાને કારણે ગર્ભનાળ સંકુચિત થઈ જાય છે. 
 
ગર્ભવતી માટે કસરત કરવી ખૂબ જ જરૂરી 
 
શોધકર્તાઓએ એ પણ કહ્યુ છે કે કોઈપણ પ્રકારની બીમારીથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ નિયમિત રૂપથી વ્યાયામ કરવો પણ જરૂરી છે. વ્યાયામથી તેમનુ બ્લડ શુગર નિયંત્રિત રહેવા સાથે મા અને બાળકમાં ટાઈપ 2 ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો પણ ઓછો થઈ જાય છે. આ સાથે જ સ્વાસ્થ્ય અધિકારી ગર્ભાવસ્થા દરમિયાન વધુથી વધુ સક્રિય રહેવાની સલાહ આપે છે અને વજનને નિયંત્રિત રાખવા માટે જંક ફુડ ખાવથી બચવા માટે કહે છે.