ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 13 ફેબ્રુઆરી 2018 (16:16 IST)

આ વસ્તુઓ ખાશો તો ચપટીમાં જ વજન ઓછુ થઈ જશે

વજનની વાત આવે છે તો સૌના મગજમાં તેની સાથે ખાવા-પીવાની વસ્તુઓ પણ દેખાવવા માંડે છે. વજન વધી ગયુ છે તેને ઉતારવુ હોય તો ખાવા-પીવા પર કંટ્રોલ સાંભળીને જ અનેક લોકો નબળા પડી જાય છે. પણ જો તમને ખાવા પીવા પર કંટ્રોલ રાખ્યા વગર વજન ઓછુ કરવાનુ કહેવામાં આવે તો ? પ્રોટીનને પચાવવામા સમય લાગે છે અને તેનાથી તમને ઘણીવાર સુધી ભૂખ નથી લાગતી. તો દેખીતુ છે કે તમે ઓછુ ખાશો.  જો તમે થોડીક બદામ વચ્ચે વચ્ચેથી ખાતા રહો તો તેનાથી ફાલતુ ખાવાથી બચશો અને સ્નેક્સથી દૂર રહેશો

ઓર્ગેનિક ઈંડા - ઈંડા નાસ્તા અને લંચ બંને માટે સારા હોઈ શકે છે.  વજન ઘટાડવા માટે ઈંડા નાસ્તામાં ઉત્તમ છે. 

દહી - દહી તો કોઈપણ રૂપમાં લેવામાં આવે તો તંદુરસ્તી માટે સારુ હોય છે. બસ ખાંડ સાથ લેવાથી બચો. 

માછલી - સાલમન અને સાર્ડિન માછલી છે ઓમેગા 3નો ભંડાર અને તેને ખાઈને તમે શુગર લેવલ બરાબર રાખી શકો છો. 

કોળાના બીજ - તમે તમારા સવારના નાસ્તામાં જો કોળાના બીજ ઉપરથી છોલીને ખાશો તો બપોરે ભૂખ ઓછી લાગશે. 


મગ અને મસૂર દાળ - આઅ દાળો ફાઈબરથી ભરપૂર અને પ્રોટીનનો સૌથી ઉત્તમ સ્ત્રોત છે. આને ખાવામાં જરૂર સામેલ કરો. 
બ્રાઉન રાઈસ - ભાતને તમે કાયમ તમારા ભોજનમાં સ્થાન આપો છો. પણ વજન ઘટાડવા માટે બ્રાઉન રાઈસને મહત્વ આપો