શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 26 ડિસેમ્બર 2015 (15:32 IST)

બીમારીઓનુ ઘર છે મેંદાની બ્રેડ, જાણો તેના નુકશાન વિશે

કેટલાક લોકો ઘરમાં તો બ્રેડ વગર નાસ્તો થતો જ નથી. આજે અમે તમને બતાવી છીએ કે બ્રેડમાં અનેક એવા તત્વો હોય છે જે આરોગ્ય માટે ખૂબ નુકસાનદાયક હોય છે. મેદાથી બનેલ વ્હાઈટ બ્રેડની સૈંડવિચ, બ્રેડ-જૈમ હોય કે પછી બ્રેડ-માખણ આ બધુ તમારા આરોગ્યને ખૂબ નુકશાન પહોંચાડી શકે છે. 
 
આવો અમે તમને બ્રેડ ખાવાથી થનારા નુકશાન વિશે બતાવીએ છીએ.... 
 
1. પોષક તત્વ

 મેદાથી બનેલી બ્રેડ આપણા આરોગ્ય માટે સારી નથી હોતી કારણ કે તેમા પોષક તત્વ ખૂબ ઓછા હોય છે. તેમા ન તો કોઈ પ્રકારનુ પ્રોટીન હોય છે કે ન તો વિટામીન. તેને બદલે જો તમે બ્રાઉન મતલબ લોટથી બનેલી બ્રેડ ખાશો તો તમારા આરોગ્યને ફાયદો થશે. 
 
2. મીઠુ ઓછુ હોય તેવી બ્રેડ ખાવ 
 
આપણે હંમેશા ઓછા મીઠાવાળી બ્રેડ જ ખાવી જોઈએ કારણ કે તેમા મીઠાની માત્રા વધુ હોવાને કારણે શરીરમાં સોડિયમની માત્રાના સંતુલન પર અસર પડે છે. 
 
3. જાડાપણુ

 વ્હાઈટ બ્રેડમાં મીઠુ અને ખાંડનુ પ્રમાણ વધુ હોવાથી શરીરમાં જાડાપણું આવે છે.  તેનાથી બ્લડ શુગર લેવલ ઝડપથી ઓછી થવાને કારણે  આપણને ફરીથી ભૂખ લાગે છે અને આપણે ફરીથી બ્રેડ ખાઈએ છીએ.  વધુ એનજ્રી લેવાને કારણે આપણે જાડા થઈએ છીએ. 
 
4. કેંસરનો ભય

 વ્હાઈટ બ્રેડ સંપૂર્ણ રીતે મેદાથી બને છે. તેને રિફાઈડ ફૂડથી બનાવવામાં આવે છે જેનાથી કેંસરનુ સંકટ વધે છે. 
 
5. બ્રેડનુ ગ્લૂટિન ખતરનાક છે

વ્હાઈટ  બ્રેડ્માં ગ્લૂટિન નામનુ પ્રોટીન ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે.  આ પ્રોટીનમાં ગ્લૂ જેવી જ પ્રોપર્ટીઝ જોવા મળે છે.  તેથી તેને ગ્લૂટીન કહે છે. ગ્લૂટીન આપણી ડાયજેસ્ટિગ ટ્રૈક્ટની વાલને ડેમેજ કરે છે. જેનાથી પેન અને કાંસ્ટીપેશન થાય છે. ગ્લૂટિનની સેંસિટીવીટી બ્રેન સાથે જોડાયેલ બીમારીઓ સ્ક્રીજોફ્રેનિયા અને સેરેબેલર અટૈક્સિયાનુ કારણ હોય છે. 
 
6. શરીર માટે હાનિકારક

વ્હાઈટ  બ્રેડ આપણા શરીર માટે ખૂબ હાનિકારક હોય છે. તેથી ડાયેટિશિયન અને ડાક્ટર બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપે છે.