શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 12 જૂન 2016 (12:29 IST)

સેલ્ફી લેવાના ફાયદા જાણીને ચોકી જશો

સેલ્ફી મતલબ ખુદની ફોટો ખેંચવી એ ફક્ત મનગમતો શોક જ નથી પણ આરોગ્ય માટે પણ લાભકારી હોઈ શકે છે. ચોંકશો નહી. તાજેતરમાં થયેલ એક શોધમાં સેલ્ફી ખેંચવાનો ચોંકાવનારા ફાયદા વિશે જાણ થઈ છે. 
 
ફાયનેંશિયલ એક્સપ્રેસમાં પ્રકાશિત શોધનુ માનીએ તો વધુ સેલ્ફી ખેંચનારા લોકોને ત્વચા સંબંધી રોગોનું સંકટ ઓછુ રહે છે. 
 
શોઘકર્તાઓએ પોતાના અભ્યાસમાં માન્યુ કે પોતાની સેલ્ફી ત્વચારોગ  વિશેષજ્ઞને સમય સમય પર મોકલતા રહેવી ત્વચાની દેખરેખનો મુખ્ય ભાગ હોવો જોઈએ. 
 
શોધકર્તાઓએ આ પ્રક્રિયાથી એક્ઝિમા જેવી ત્વચા સંબંધી રોગોની ઓળખ યોગ્ય સમય પર થવા અને તેના ફૉલોઅપ લેવામાં મદદનો પણ દાવો કર્યો છે. 
 
આ અભ્યાસ 156 ત્વચા સંબંધી રોગના દર્દીઓ પર કરવામાં આવ્યો છે. જેમા 78 દર્દીઓમાં આ વિધિને ઝડપથી સુધાર જોવા મળ્યો છે.