ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 18 માર્ચ 2017 (16:32 IST)

કપૂરના આ ફાયદા જાણીને હેરાન રહી જશો

કપૂર એક એવી વસ્તુ છે જેને સામાન્ય રીતે પૂજા-પાઠ માટે જ પ્રયોગ કરવામાં આવે છે પણ તમે એ સાંભળીને નવાઈ લાગશે કે આ એક વસ્તુના આપણા શરીરમાં કેટલાક લાજવાબ ફાયદા છે.  તેને દરેક ઘરમાં જરૂર મુકવુ જોઈએ. જેથી જ્યારે પણ કોઈ આવી પરિસ્થિતિ આવે તો તેનાથી ફાયદો થશે. 
 
1. ગરમીની ઋતુમાં સામાન્ય રીતે મચ્છર ખૂબ થઈ જાય છે. જેનાથી ડેંગૂ જેવી બીમારીઓનો ખતરો કાયમ રહે છે.  આવામાં જો તમે એક કપૂરનો ટુકડો પ્રગટાવશો તો તેની મહેકથી મચ્છર ભાગી જાય છે. 
 
2. જો ખંજવાળ અને રેશેજથી પરેશાન છો તો કપૂર દ્વારા તમે મુક્તિ મેળવી શકો છો. આ માટે નારિયળના તેલમાં કપૂર મિક્સ કરો અને ત્યા લગાવો જ્યા તમને આ પરેશાની હોય. તેનાથી ખંજવાળમાં તમને આરામ મળશે. 
 
3. બોડીમાં ક્યાય પણ દુખાવો હોય તો તમે નારિયળ તેલમાં કપૂર મિક્સ કરીને દુખાવાના સ્થાન પર લગાવો. તેનાથી તમને દુખાવામાં રાહત થશે. 
 
4. કપૂર તમને પેટના દુખાવામા રાહત મેળવવા માટે પણ એક સારો ઉપાય સાબિત થઈ શકે છે. આ માટે પાણીમાં અજમો ઉકાળો અને તેમા એક ચપટી કપૂર પાવડર મિક્સ કરીને પીવો. આવુ કરવાથી તમને પેટના દુખાવામાં તરત રાહત મળશે. 
 
5. અનેક વાર અચાનક આપણી ત્વચા બળી જાય છે. આવામાં કપૂરના કેટલાક ટીપાને બળેલી ત્વચા પર લગાવવાથી આરામ મળે છે. તેનાથી બળતરા ઓછી થાય છે અને ઈંફ્કેશનનો ભય પણ રહેતો નથી. 
 
6. કપૂરને જૈતૂનના તેલ સાથે મિક્સ કરીને વાળમાં લગાવો. તેનાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે અને વાળમાં ખોળાની સમસ્યા પણ ખતમ થઈ જાય છે. 
 
7. ગરમ પાણીમાં થોડુ કપૂર અને મીઠુ નાખો. તેમા થોડીવાર પગ નાખીને મુકો. પછી સ્ક્રબ કરીને મોઈશ્ચરાઈજર ક્રીમ લગાવી લો. ફાટેલી એડીયોની પ્રોબ્લેમ દૂર થશે. 
 
8. દાંતના દુખાવો થતા દુખાવાના સ્થાન પર કપૂરનો પાવડર લગાવો જલ્દી રાહત મળશે. 
 
9. રેગ્યુલર રાત્રે સૂતા પહેલા કાચા દૂધમાં જરાક કપૂરનો પાવડર નાખો. રૂની મદદથી તેને ચેહરા પર લગાવો.  5 મિનિટ પછી ચેહરો ધોઈ લો. સ્કિન હેલ્ધી બનશે અને ચેહરાનો ગ્લો વધશે.